Gujarati News

Gujarati News

News of Wednesday, 17th October 2018

મંદિરના બારણા ઉઘાડો મોરી માત...ગગન કેરી ગોખ આવી નોરતાની રાત..: રાજ નવદુર્ગા ગરબી મંડળની બાળાઓ દ્વારા માતાજીની આરધના

રાજકોટઃ શહેરના મોવડી વિસ્તારમાં આવેલ રાજ રેસીડેન્સી ખાતે રાજ નવદુર્ગા ગરબી મંડળ દ્વારા છેલ્લા ૧૧ વર્ષથી  પ્રાચીન ગરબીનું આયોજન કરવામાં આવે છે. નવલા નોરતામાં અખંડ જયોત પ્રગટશે. ગરબીમાં બાળાઓ દરરોજ અલગ- અલગ પ્રાચીન ગરબા નાની-નાની બાળાઓ રમીને મવડી વિસ્તારમાં પ્રથમ સ્થાને આવે છે. આ ગરબીની બાળાઓ દ્વારા ઘુંઘટ રાસ, મશાલ રાસ, મણીયાર રાસ, ઇંંઢણી રાસ, માંડવી રાસ, ચોકડી રાસ, ખમકારી રાસ, મયુર રાસ સહિતનાં ૧૦ થી ૧૫ અવનવા રાસની રમઝટ બાળાઓ બોલાવી રહી છે. આ ગરબીઓની બાળાઓને  ૨૦ દિવસથી પ્રેકટીસ કરાવવામાં આવે છે. આ ગરબી વિસ્તારવાસીઓ મોટી સંખ્યામાં નિહાળે છે. સમગ્ર આયોજનમાં વિનોદભાઇ દેસાઇ, મનસુખભાઇ ઢોલરીયા, સનિ લુણાગરીયા, લવજીભાઇ વૈરાયા, સંજય કપુરીયા, જીતેન્દ્ર વાડોદરીયા, સંજય સાંગણી, હરેશભાઇ પરમાર વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે. તસ્વીરમાં બાળાઓ-બાળકો રાસ રમે છે જે દર્શાય છે.(અશોક બગથરીયા)

(3:56 pm IST)