Gujarati News

Gujarati News

News of Wednesday, 17th October 2018

જીવંતિકાનગરમાં જય અંબે ગરબી મંડળ

ગાંધીગ્રામ, જીવંતિકાનગર શેરી નં. ૭ ખાતે મહાવીર પ્રોવિઝન સ્ટોર પાસેની શેરીમાં 'જય અંબે ગરબી મંડળ' દ્વારા નવરાત્રીમાં રાસ ગરબારૂપે માં જગદંબાની આરાધના થઇ રહી છે. ર વર્ષથી માંડીને ૧૨ વર્ષની નાની મોટી કુલ ૮૦ બાળાઓ દ્વારા દીવડા રાસ, સાથીયા રાસ, મોગલમાનો રાસ, મથુરામા વાગી મોરલી, ભુવા રાસ સહીત અવનવા પ્રાચીન રાસ ગરબા રજુ થઇ રહ્યા છે. સમગ્ર આયોજનને સફળ બનાવવા કલ્પેશભાઇ ભટ્ટ અને મહેશભાઇ દેસાઇ (મો.૯૫૧૨૧ ૦૪૭૯૬) ના નેતૃત્વમાં ગરબી મંડળના સભ્યોસ જહેમત ઉઠાવી રહ્યા છે.

(3:56 pm IST)