Gujarati News

Gujarati News

News of Wednesday, 17th October 2018

રવિવારે સમસ્ત કોળી સમાજના ડાંડીયારાસ

કોળી સેના રાજકોટ જિલ્લા દ્વારા એક દિવસીય આયોજનઃ ૮ હજાર ખેલૈયાઓ ઝૂમશે

રાજકોટ,તા.૧૭: કોળી સેના રાજકોટ જીલ્લા દ્વારા આયોજીત રાસોત્સવ-૨૦૧૮નું એક દિવસીય રાસ ગરબાનું આયોજન તા.૨૧ને રવિવારે સાંજે ૭ વાગ્યાથી રાસોત્સવ- ૨૦૧૮ ધોળકીયા સ્કૂલ સામે બાલાજી હોલની પાછળ, ૧૫૦ ફૂટ રીંગ રોડ રાજકોટ ખાતે જાજરમાન આયોજન સમસ્ત કોળી સમાજના ખેલૈયાઓ માટે યોજવામાં આવી રહ્યુ છે. સાથે સાથે રાસ ગરબાની પ્રતિયોગીતામાં ભાગ લીધેલ પસંદગી પામેલા ખેલૈયાઓને પ્રોત્સાહિત કરવા માટે ઈનામી ડ્રો પણ રાખવામાં આવેલ છે.

આ પ્રસંગે રાજયના મંત્રી શ્રી પરસોતમભાઈ સોલંકી, કોળી  સેના ગુજરાત યુવા પ્રમુખ દિવ્યેશભાઈ પરસોતમભાઈ સોલંકી, ગુજરાત રાજય કેબિનેટ મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયા, સાંસદ શ્રી દેવજીભાઈ ફતેપરા, પુર્વ રાજય સભા સાંસદ શ્રી શંકરભાઈ વેગડ, પુર્વ સંસદીય સચીવ શ્રી શામજીભાઈ ચૌહાણ, ધારાસભ્ય શ્રી વિમલભાઈ ચુડાસમા, ધારાસભ્ય શ્રી રાજેશભાઈ ગોહિલ, ધારાસભ્ય શ્રી ઋતિકભાઈ મકવાણા, નીમુબેન બાંભણીયા પુર્વ મેયર ભાવનગર, હસમુખભાઈ ગોહિલ અંગત મદદનીશ પરસોતમભાઈ સોલંકી તથા સમસ્ત કોળી સમાજના સામાજિક આગેવાનો તથા કોળી સમાજના સરકારી તેમજ બિન સરકારી ફરજ બજાવતા કર્મચારીઓ ઉપસ્થિત રહેશે.

આ આયોજનને સફળ બનાવવા માટે રાજકોટ જીલ્લા કોળી સેના પ્રમુખ અજયભાઈ એન.ડાભી, જીતુભાઈ જારેરા, દિપકભાઈ સાકરીયા, વિઠ્ઠલભાઈ બારૈયા, ચિરાગભાઈ ડાભી, ડો.વિશાલભાઈ માયાણી, અલ્પેશભાઈ મેર, જીતેશભાઈ માલકીયા, પ્રજ્ઞેશભાઈ ગોહેલ, પ્રવિણભાઈ મેર, દિપકભાઈ મકવાણા, હરેશભાઈ રોજાસરા, મહેશભાઈ વાઘેલા, રાજુભાઈ સાપરા, લલીતભાઈ કોબીયા, જીતુભાઈ બારૈયા જહેમત ઉઠાવી રહ્યા છે. પાસ મેળવવા માટે તેમજ વધુ વિગતો માટે મો.૯૬૦૧૨ ૭૭૨૭૭/ ૯૮૨૪૮ ૨૬૨૩૦ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.(તસ્વીરઃ સંદીપ બગથરીયા)

(3:53 pm IST)