Gujarati News

Gujarati News

News of Wednesday, 17th October 2018

સાતમા નોરતે ગોપીઓ ખીલી, ગરબા તો સરગમના સથવારે જ

રાજકોટ : સરગમ લેડીઝ કલબ આયોજીત ગોપી રાસોત્સવમાં સાતમા નોરતે ગોપીઓ બરાબર ખીલી હતી અને જાણે કે સિંગરો અને ઓરકેસ્ટ્રાના કલાકારો સાથે સ્પર્ધા કરી હતી. ગોપીરાસોત્સવમાં સાતમા નોરતે મહેશભાઈ રાજપૂત (રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ), પ્રદિપભાઈ ત્રિવેદી, દિલીપભાઈ શેઠ, સતીષભાઈ મહેતા, નરેશભાઈ લોટીયા, ભાવેશભાઈ લીંબાસીયા, રાજુભાઈ લીંબાસીયા, સુરેશભાઈ હીરપરા, શૈલેષભાઈ પટેલ, પી. ટી. જાડેજા, રાજેશભાઈ કાલરીયા, નીતીનભાઈ કાલરીયા, દિલીપભાઈ સોમૈયા, તરૂણભાઈ સાગર, ભરતભાઈ સાગર, નીતીનભાઈ ખુંટ, રમેશભાઈ જીવાણી, કિશોરભાઈ જીવાણી, સુભાષભાઈ સામાણી, ભાવેશભાઈ પટેલ, છગનભાઈ કાકડીયા, કેતનભાઈ ચોટાઈ, જીતેશભાઈ જીવાણી, ધર્મેશભાઈ જીવાણી, રાકેશભાઈ પોપટ, કીર્તીબેન પોપટ, કરશનભાઈ આદ્રોજા, રાજભાઈ લોટીયા, વિરેનભાઈ જસાણી, મુળજીભાઈ ભીમાણી, જેરામભાઈ વાંસજાળીયા, સુધાબેન ભાયા, પ્રવિણભાઈ જસાણી, અમિતભાઈ ચામડીયા, રાજેન્દ્રસિંહ જાડેજા, ખોડીદાસભાઈ પટેલ, અશોકભાઈ ડોબરીયા, શ્રી નીનાવે (રેલ્વે ડિવીઝન મેનેજર), શિવલાલભાઈ આદ્રોજા, જગદીશભાઈ બોઘરા, નીરજભાઈ આર્ય, કમલભાઈ ત્રિવેદી, ભાવેશભાઈ ઢોલરીયા, સી. કે. ગમારા, વિનુભાઈ રામાણી, એ.વી. વાઢેર, પરેશભાઈ ગજેરા, શ્રી દેસાઈ (આર. કે. યુનિવર્સિટી, વાઈસ ચાન્સેલર) સહિતના હસ્તે ઈનામ વિતરણ કરાયુ હતું.

ગોપીરાસોત્સવમાં તા.૧૮ને ગુરૂવારે મુખ્ય મહેમાન તરીકે શ્રી કુંવરજીભાઈ બાવળીયા (મંત્રી, ગુજરાત રાજય), ગોવિંદભાઈ પટેલ (ધારાસભ્ય), માંધાતાસિંહજી જાડેજા (રાજકોટ રાજવી પરીવાર), ઈન્દ્રનીલભાઈ રાજયગુરૂ (પૂર્વ ધારાસભ્ય), મૌલેશભાઈ પટેલ (બાન લેબ્સ કાંુ.), યોગેશભાઈ પૂજારા (પૂજારા ટેલીકોમ), કિરીટભાઈ આદ્રોજા (એન્જલ પમ્પ લીમીટેડ), ચમનભાઈ ઝવેરી (પ્રેમજી વાલજી એન્ડ સન્સ), પ્રભુદાસભાઈ પારેખ (શિલ્પા જવેલર્સ), મધુભાઈ પરમાર (પરમાર કિશોર મંડપ સર્વિસ), ચંદુભાઈ પટેલ (એડીકો ગ્રુપ), કમલનયન સોજીત્રા (ફાલ્કન ગ્રુપ), રાજનભાઈ વડાલીયા (હાઈ બોન્ડ સિમેન્ટ), કિશોરભાઈ ભાલાળા (અગ્રણી ઉદ્યોગપતિ), કશ્યપભાઈ શુકલ (રાજકોટ શહેર ભાજપ અગ્રણી), કેતનભાઈ ચોટાઈ (સરલ સ્ટવ), મહેન્દ્રભાઈ નથવાણી (ઉદ્યોગપતિ), પ્રતાપભાઈ સીણોજીયા (અગ્રણી ઉદ્યોગપતિ), મથુરદાસભાઈ દતાણી વૈષ્ણવ અગ્રણી), રમેશભાઈ લીંબાસીયા (અગ્રણી ઉદ્યોગપતિ), જયંતિભાઈ સરધારા (જે.કે. મોલ), ઈશ્વરભાઈ પટેલ (ઉદ્યોગપતિ), સુરેશભાઈ હીરપરા (ઉદ્યોગપતિ), પરેશભાઈ પારેખ (અગ્રણી બિલ્ડર), બીસુભાઈ વાળા (અગ્રણી બિલ્ડર્સ), રમણીકભાઈ જસાણી (ચેરમેન, કોઠારી હોસ્પિટલ), નટવરલાલ એમ. શાહ (ઉદ્યોગપતિ), સુરેશભાઈ પટેલ (પટેલ કોમ્પ્યુટર્સ), મનસુખભાઈ ઝાલાવડીયા (બેકબોન એન્ટરપ્રાઈઝ), પ્રકાશભાઈ ચોટાઈ (જલારામ ચીકી), વિનોદભાઈ ઉદાણી (સેવાભાવી આગેવાન), શ્રી જે.ડી.કાલરિયા (પામ વિલા ગ્રુપ), દિગ્વીજયસિંહ કે.જાડેજા (મોનાર્ક માર્કેટિંગ પ્રા.લિ.) વગેરે ઉપસ્થિત રહેશે.

નવરાત્રિ મહોત્સવને સફળ બનાવવા માટે સરગમ કલબના પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળાના માર્ગદર્શન હેઠળ મૌલેશભાઈ પટેલ, અરવિંદભાઈ દોમડિયા, સ્મીતભાઈ પટેલ, જયસુખભાઈ ડાભી, કૌશિકભાઈ વ્યાસ, ભરતભાઈ સોલંકી, રાજેન્દ્રભાઈ શેઠ, રાજભા ગોહિલ, કેતનભાઈ મીરાણી, રમેશભાઈ અકબરી, ગુણવંતભાઈ ભટ્ટ, દિનેશભાઈ ગજેરા, ભરતભાઈ સોજીત્રા વિગેરેની ટીમ કામે લાગી ગઈ છે. આ ઉપરાંત સરગમ લેડીઝ કલબનાં ડો.ચંદાબેન શાહ, નિલુબેન મહેતા, ડો.માલાબેન કુંડલિયા, શિલાબેન કુકડિયા, કૈલાશબા વાળા, જુલીબેન ખોખરા, સંગીતાબેન સાંચલા, સપનાબેન ખાખરા, સોનલબેન સંઘાણી, એકતાબેન સંઘાણી સહિતના હોદ્દેદારો તેમજ ૧૦૦થી વધુ કમિટિ મેમ્બર પણ કાર્યક્રમની સફળતા માટે કામે લાગી ગયા છે.

(3:48 pm IST)