Gujarati News

Gujarati News

News of Wednesday, 17th October 2018

નોરતામાં રાસે રમવાના ઓરતા પુરા થાય સહિયરમાં...

ગાયકો રાહુલ મહેતા, સાજીદ, ચાર્મી રાઠોડની જમાવટઃ સાંસદ મોહનભાઇએ આરતીનો લાભ લીધો

રાજકોટ : સતત નાવિન્ય અને સતત શીખવાની ધગશથી ૧૭ વર્ષની સફળતા બાદ સહિયર રાસોત્સવ રાજકોટના નં. વન ગરબા તરીકે સ્થાન મેળવી ચુકયું છે. ખરેખર કોમ્પીટીશન કરવા માંગતા ખેલૈયાઓ માટે સહિયર પ્રથમ પસંદગી રહ્યું છે.

ગાયકોની શ્રેણી વૈવિધ્ય સાંભળનાર ચોકકસ કહી શકે છે કે સહિયર જેવા વ્યવસ્થા અને સંગીત અવ્વલ દરજ્જાનું છે. સુપ્રસિધ્ધ ગાયકો રાહુલ મહેતા, સાજીદ વ્યાસ, ચાર્મી રાઠોડ નાં કંઠેથી નીતરતા ગરબા પર ખેલૈયાઓ મન મુકીને મોજ કરી રહ્યા છે. સતત અઢારમાં વર્ષે તેજસ શિશાંગીયા પોતાના સંગીત ગ્રુપ ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન પામેલ 'જીલ એન્ટરનેટમેન્ટ' સાથે ગાયક - ઉદઘોષક તથા મંચ સંચાલનની ત્રેવડી જવાબદારી નિભાવી રહ્યા છે.

સહિયરની રંગત માળવા સાંસદ શ્રી મોહનભાઇ કુંડારીયાએ વિશેષ ઉપસ્થિત રહી સહિયરના ચેરમેન સુરેન્દ્રસિંહ વાળા, પ્રોજેકટેડ ક્રિષ્નપાલસિંહ વાળા, વાઇસ પ્રેસિડેન્ટ ચંદુભા પરમાર, યશપાલસિંહ જાડેજા, કૃષ્ણસિંહ જાડેજા તથા તમામ આયોજકોની કામગીરી બિરદાવી હતી.

 ગઇકાલે સાતમા નોરતે પ્રિન્સ (૧) મીહીર દવે, (ર) ધવલ ડોડીયા (૩) ધવલ ચતવાણી (૪) આશિષ ધોકીયા (પ) સાહિલ ડોડીયા (૬) કિશન પટેલ, વેલ ડ્રેસ હાર્દિક માંડલીયા. પ્રિન્સેસ (૧) ક્રિષ્ના પીપળીયા, (ર) વિભુષા પીપળીયા (૩) નીધિ ધામેલીયા (૪) શ્વેતા બુધ્ધદેવ (પ) પુજા ઝીંઝૂવાડીયા (૬) નમ્રતા પંચાસરા, વેલ ડ્રેસ માહી પટેલ.  જુનિયર પ્રિન્સ (૧) ધાર્મિક ચુડાસમા, (ર) યશ મકવાણા, (૩) મિતેષ જોષી, (૪) ઝલક ગજેરા, જુ.પ્રિન્સેસ (૧) વૈભવી મહેતા, (ર) હેત્વી ગોસ્વામી, (૩) જાનુ મકવાણા, વેલડ્રેસઃ હેનીલ રાધનપુરા, વેલડ્રેસ :કાવ્યા લીંબાસીયા જાહેર થયા હતા. વિજેતાઓને સાંસદ શ્રી મોહનભાઇ કુંડારીયા ડીસીબી પીઆઇ હિતેષદાન ગઢવી અને પરિવાર, શહેર ભાજપ મહામંત્રી કિશોરભાઇ રાઠોડ, એપલ બાઇટ-શૈલેષભાઇ પરસાણા, ભરતભાઇ હેરમા, રમાબેન હેરમા, સંજયસિંહ રાણા, નિલેષભાઇ, જામનગરથી અરપીત પ્રધ્યુમનસિંહ જાડેજા, ટીનુભા જાડેજા, કિર્તીસિંહ જાડેજા, વિરેન્દ્રસિંહ જાડેજા, જયપાલસિંહ, પ્રધ્યુમનસિંહ, હાર્દિકભાઇ, બીપીસીએલ, કુલદિપસર, મયંક સર, પ્રદિપભાઇ વાઢેર, રાકેશભાઇ હાપલીયા, મહેશભાઇ ધામેચા, છત્રપાલસિંહ વાળા, વિજયસિંહ જાડેજા, મીત મહેતા, જયુભા જાડેજા, બીપીનભાઇ બાસોલીયા, ગીરીશભાઇ લુણાગરીયાના હસ્તે અપાયા હતા.

(3:48 pm IST)