Gujarati News

Gujarati News

News of Wednesday, 17th October 2018

વિરપુર જવું કે સત્તાવાર જવું... રઘુવંશી બીટ્સ રાસોત્સવનો આનંદ માણતા ખેલૈયાઓ

આજે દિવ્યાંગ બાળકો મુખ્ય માન બનશે, રાસોત્સવનો આનંદ માણશે : ભુવા રાસ પણ જમાવટ કરશે

રાજકોટ : સાતમાં નોરતે અકિલા ન્યુઝ લાઈવના માધ્યમથી સમગ્ર વિશ્વના લાખો દર્શકોએ ઘરબેઠા 'અકિલા–રઘુવંશી બીટસ'માં રાસોત્સવનો આનંદ લીધો હતો. આ રાસોત્સવનું જીવંત પ્રસારણ કરવા બદલ રઘુકૂળ યુવા ગુ્રપના મિતેશ રૂપારેલીયા તથા સાથી ટીમે અકિલા પરીવારનો આભાર માન્યો હતો. રઘુવંશી બીટસ રાસોત્સવનું અંતિમ ચરણ આવી પહોંચ્યું છે ત્યારે આનંદની સાથોસાથ સેવાની રઘુકુળની પરંપરાને સાર્થક કરતા આજે સાંજે પ થી ૮ દરમ્યાન સેતુ સંસ્થા (નેહાબેન ઠાકર, જાગૃતિબેન ગણાત્રા) તથા આ સંસ્થાના અને રાજકોટના તમામ માનસીક વિકલાંગ બાળકો, દિવ્યાંગો તેમના પરીવાર સાથે આજે અકિલા રઘુવંશી બીટસના મુખ્ય મહેમાન બનશે અને રાસોત્સવનો આનંદ લેશે. સાક્ષાત ભગવાનના સ્વરૂપ સમાન આ નિર્દોષ બાળકો જયારે માં જગદંબાની આરાધના મુગ્ધભાવે કરશે અને તેમની આગવી સ્ટાઈલ અને આગવા અંદાજમાં દાંડયારાસ રમશે ત્યારે સમગ્ર પરીસરમાં ભાવવાહી દ્રશ્યો સર્જાશે.

વીરપુર જાવું કે સતાધાર જવું, આસોની અંજવાણી, રમતો ભમતો જાય રઘુકુળનો ગરબો, હે કાના હું તને ચાહું. જલા નજર નાખતા જન્મે. સાયબો રે ગોવાળિયો, હું કાગળિયા લખી લખી થાકી, હેલો મારો સાંભળો રણુજાના રાજા, કાનજી તરીમાં કેશે, સોના નો ગરબો શિરે, તરણેતર નો મેળે ગઈ તી, રમતો ભમતો સહીત ના ગીતો અકિલા રઘુવંશી બીટસમાં ખેલૈયાઓને આનંદ કરાવી રહયાં છે.

રઘુવંશી બીટસમાં નવરાત્રીનો રંગ બરાબરનો જામ્યો છે. આયોજનને અભૂતપૂર્વ સફળતા મળી રહી છે. સુરક્ષીત, સુસંસ્કૃત પારીવારીક વાતાવરણમાં પ હજારથી વધુ ખેલૈયાઓ જમાવટ કરી રહયાં છે.

રાસોત્સવમાં દરરોજ વિવિધ ક્ષેત્રના મહાનુભાવો હાજરી આપી સોનામાં સુગંધ ભેળવી રહયાં છે. રઘુકૂળ યુવા ગુ્રપના મિતેશભાઈ રૂપારેલીયા તથા સાથી ટીમના જયદેવભાઈ રૂપારેલીયા, ધવલભાઈ ચેતા અને સાથી ટીમ આ મહેમાનોની આગતા સ્વાગતામાં સતત ખડેપગે રહે છે. સાતમાં નોરતે માનવંતા અતિથિઓ તરીકે જોઈન્ટ પોલીસ કમીશ્નર શ્રી ખત્રી, અમીતભાઈ રૂપારેલીયા (જવેલદીપ ઓર્નામેન્ટસ) સહ પરીવાર, લલીતભાઈ વડેરીયા (કાળુમામા), નિર્મળાબેન વડેરીયા, સંજનાબેન ચોકસી, હીનાબેન કારીયા, રમણભાઈ કોટક, હેમલબેન સોની, દિપકભાઈ કારીયા, કિરીટભાઈ ચોકસી, ચાર્મીબેન ચાવડા, પ્રિયંકાબેન કટારીયા, ઈન્દુબેન ધુલેસીયા, ધર્મેન્દ્રભાઈ પોપટ, મીનાબેન, મંજુબેન, મનીષભાઈ ચાવડા, ઈન્દુમતી ચાવડા, ઉમેશભાઈ મીના, પૂર્વીબેન કુંડલીયા, રૂપેશભાઈ રાચ્છ, રીનાબેન રાચ્છ, હિતેશ ભાયાણી, મિલન પારેખ, મહેશ કટારીયા, જયોત્સનાબેન છાંટબાર, મયંકભાઈ પાંઉ, કોમલબેન રૂપારેલીયા, મીનાબેન રૂપારેલીયા, રાજેશભાઈ જટાણીયા, રૂપેશભાઈ દતાણી, રવી કકકડ, જયશ્રીબેન અનડકટ, મીનાબેન ધામેચ એ ખેલૈયાઓને પ્રોત્સાહીત કર્યા હતા.

સાતમાં નોરતે અત્યંત રસાકસીભરી તંદુરસ્ત હરીફાઈ બાદ ગુ્રપ–એ માં  પ્રિન્સ તરીકે દિપ દલસાણીયા, શુભમ ખખ્ખર, અંકિત ચોટાઈ તથા પ્રિન્સેસ તરીકે પંકિત ઠકકર, ખુશી ભુપતાણી, પ્રિયંકા અમલાણી વિજેતા બન્યા હતાં. તથા વેલડ્રેસ તરીકે પ્રિન્સ સિઘ્ધાર્થ રૂપારેલીયા  તથા પ્રિન્સેસમાં આસ્થા ઠકકર તથા ગુ્રપ –બી માં પ્રિન્સ તરીકે લાખાણી પ્રથમ, ચિરાગ તન્ના, સોહમ માનસાતા તથા પ્રિન્સેસ તરીકે રીયા અઢીયા, મિશ્રી જસાણી, કોટક સ્નેહા વિજેતા બન્યા છે તથા વેલડ્રેસમાં તીર્થ અઢીયા તથા રીયા સંઘાણી  તથા સી–ગુ્રપમાં પ્રિન્સેસ તરીકે મનીષાબેન આહયા, પલ્લવીબેન વિજેતા બન્યા હતાં તથા સ્પેશ્યલ પ્રાઇઝ ઇનામમાં હર્ષ કાનાબાર, ધુવ્રી ઘોરડા તથા સ્પેશ્યલ સીયાસ્કા પ્રિન્સમાં જયમીત નથવાણી, મીત ધામેચા, પૂજા પટૃણી, પ્રિયંકા કકકડ વિજેતા બન્યા હતાં.

જજ તરીકે રાધીકાબેન વિઠૃલાણી, ઋતુજાબેન ચેતા, બિંદીયાબેન અમલાણી તથા બિજલબેન ચંદારાણા, આરતીબેન કોટેચા, અંજલીબેન વસાણી, પોતાની તટસ્થ સેવા આપી રહયાં છે. વિશાળ મેદાનમાં રાખેલુ સેલ્ફી ઝોન આર્કષણનું કેન્દ્ર બની રહયું છે.  ખેલૈયાઓ સેલ્ફી ઝોનમાં ફોટા પડાવવા માટે પડાપડી કરી રહયાં છે.  આજે ભૂવા રાસનું આયોજન કરવામાં આવ્યું છે.

શ્રી રઘુકુળ યુવા ગુ્રપના સંયોજક મિતેશ રૂપારેલીયા અને આયોજક ટીમના જયદેવભાઈ રૂપારેલીયા, નિલેશભાઈ તન્ના, ધવલભાઈ ચેતા, રામભાઈ કોટેચા, ચંદુભાઈ રાયચુરા, રજનીભાઈ રાયચુરા, પરીમલભાઈ કોટેચા, કિશનભાઈ વિઠૃલાણી, દિપકભાઈ રાયચુરા, દિનેશભાઈ ધામેચા, વિરેન્દ્રભાઈ વસંત, સંજયભાઈ લાખાણી, દિપકભાઈ મદલાણી, વિમલભાઈ ગંગદેવ,  વિમલભાઈ બગડાઈ, જયદીપભાઈ કારીયા, હિતેશભાઈ કોટેચા તેમજ મહિલા ટીમના રાધીકાબેન વિઠૃલાણી, બિંદીયાબેન અમલાણી, યામીનીબેન કુંડલીયા, બિંદુબેન ચાંદ્રાણી, બિજલબેન ચંદારાણા, વૈશાલીબેન રૂપારેલીયા, વિધીબેન સીમરીયા, રીઘ્ધીબેન કટારીયા, સુનીતાબેન ભાયાણી, પુજાબેન કુંડલીયા સહિતના ૩૦૦ થી પણ વધુ સ્વયંસેવકોની ટીમ સમગ્ર સતત ખડેપગે રહી આયોજનને ક્ષતિશુન્ય બનાવવા પરિશ્રમની પરાકાષ્ઠા સર્જી રહી છે.

સમગ્ર આયોજન અંગે રઘુકુળ યુવા ગુ્રપના મિતેશ રૂપારેલીયાના નેતૃત્વમાં  કાર્યકરોની ટીમના પારસ કુંડલીયા, અલ્પેશ કોટક, કિશન પોપટ, સાગર કકકડ, માલવ વસાણી, નિશાદ સુચક, નિરવ રૂપારેલીયા, ધર્મેન્દ્ર કારીયા, ભદ્રેશ વડેરા, ઉમેશ કોટેચા, ધવલ પોપટ, રઘુરાજ રૂપારેલીયા, પ્રકાશભાઈ ગઢીયા (રઘુવંશી વડાપાંઉ), આશીષ પુજારા, કલ્પીત ખંધેડીયા, દેવેન્દ્ર સોમૈયા, જય દેવાણી, દર્શન જીવરાજાની, સંદીપ ગંદા, જૈવીન વિઠૃલાણી, ગોપાલ બાટવીયા, વાસુદેવ સોમૈયા, રાજુભાઈ નાગરેચા, અમીત કોટક, લખન કોટક, ભાવેશ કાનાબાર, દર્શન રાજા, મિત સેજપાલ, સંદીપ ગોવાણી, પ્રશાંત પુજારા, જય ઘેલાણી, હિનેર અનડકટ, જેકી કકકડ, અક્ષીત ઉનડકટ, હર્ષ કારીયા, કમલેશ સોમમાણેક, હર્ષ કારીયા, વિશાલ અનડકટ, કેવલ કાનાબાર, મિતેશ અનડકટ, દિપેન તન્ના, મનીષ જીવરાજાની, હિતેશ મગેચા, મિહીર ધનેશા વિગેરે જહેમત ઉઠાવી છે.

વિશેષ વિગતો માટે મો. ૯૩ર૭૭ ૦૬૭૦૭, મો. ૮૦૦૦૩૮૩૧૬૭, મોઃ ૭૮૭૮૧ર૭૯૭૯, મો. ૯૦૬૭૪૯૩૪પ૬ પર સંપર્ક કરવા શ્રી રઘુકુળ યુવા ગ્રુપની યાદીમાં જણાવાયું છે. (૩૭.૧૫)

(3:47 pm IST)