Gujarati News

Gujarati News

News of Wednesday, 17th October 2018

ક્ષત્રિય કારડીયા રાજપુત છાત્રાલય દ્વારા શનિવારે લોકડાયરો

ગૌસેવાના લાભાર્થે ગ્રીનલેન્ડ પાર્ટી પ્લોટમાં આયોજન : રાજભા ગઢવી, કેતનસિંહ ચૌહાણની બેલડી જમાવટ કરશે

રાજકોટ તા. ૧૭ : ક્ષત્રિય કારડીયા રાજપુત છાત્રાલય પરીવાર દ્વારા છાત્રાલય અને ગૌ સેવાના લાભાર્થે આગામી તા. ૨૦ ના શનિવારે રાત્રે ભવ્ય લોકડાયરાનું આયોજન કરાયુ છે.

આ અંગે વિગતો વર્ણવતા આયોજકોએ જણાવેલ કે ખાસ કરીને છાત્રાલયનો વિકાસ અને ગાય માતાઓના લાભાર્થે આ લોકડાયરો આયોજીત કરેલ છે. તા. ૨૦ ના શનિવારે રાત્રે ૯ વાગ્યે ગ્રીનલેન્ડ પાર્ટી પ્લોટ, ગ્રીનલેન્ડ ચોકડી, કુવાડવા રોડ ખાતે યોજાનાર આ ડાયરામાં ગીરનો સાવજ ગણાતા રાજભા ગઢવી તેમજ જાણીતા લોકસાહિત્યકાર કેતનસિંહ ચૌહાણની બેલડી મોડે સુધી રંગત જમાવશે.

કારડીયા રાજપુત, નાડોદા રાજપુત, ગુર્જર રાજપુત, મારૂ રાજપુત સમાજે ડાયરામાં ઉમટી પડવા અનુરોધ કરાયો છે.

સમગ્ર આયોજનને સફળ બનાવવા કે. ડી. પરમાર, કે. વી. પરમાર, કે. વી. બારડ, મનોજસિંહ ઝાલા (મો.૯૨૨૮૩ ૦૩૦૨૧), જયસિંહ રાઠોડ (મો.૯૮૨૫૫ ૪૮૧૯૫), રાજભા સોલંકી (મો.૯૨૨૭૩ ૩૩૧૪૪), સામતભાઇ હેરમા (મો.૯૭૨૩૭ ૭૭૫૭૭), જયેશભાઇ ડોડીયા (મો.૯૮૨૪૧ ૧૮૧૮૮), જયસુખભાઇ રાઠોડ (મો.૯૪૨૯૧ ૮૯૦૦૫), કૈલાસભાઇ નકુમ (મો.૯૯૦૯૮ ૨૪૦૨૪), ધીરૂભાઇ રાઠોડ (મો.૯૩૭૫૦ ૭૩૧૧૧), વિનોદભાઇ સિંધવ (મો.૯૮૨૪૫ ૮૧૩૮૫), અજીતસિંહ રાઠોડ (મો.૮૦૦૦૮ ૮૮૮૧૭), સુરેશભાઇ ભટ્ટી (મો.૯૦૯૯૦ ૪૦૪૪૬), હરેન્દ્રસિંહ ડોડીયા, ડો. પ્રતાપસિંહ ડોડીયા, આશિષસિંહ રાઠોડ વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે. (૧૬.૫)

(3:45 pm IST)