Gujarati News

Gujarati News

News of Wednesday, 17th October 2018

ધોળકિયા સ્કૂલ્સ આંગણે...

સાતમા નોરતે શકિત સૂર આરાધના :. ધોળકીયા સ્કૂલ્સ પ્રાચીન નવરાત્રી મહોત્સવના સાતમા દિવસે શહેરના ડે. કલેકટર નરેન્દ્રભાઇ ધાધલના હસ્તે દીપ પ્રાગટય તથા આદ્ય શકિતની પૂજાવિધી થઇ હતી. માધ્યમિક શિક્ષણ બોર્ડના ભુતપૂર્વ બોર્ડ મેમ્બર જયંતભાઇ ગડારા, લાઇફ સંસ્થાના યોગાચાર્યશ્રી સંજીવ નિશ્રાજી, મારવાડી યુનિ. નેપાળના સ્ટુડન્ટસનું ગ્રુપ, અમદાવાદ દુરદર્શનના સીનીયર એ. ઓ. સહિત સૌએ ભાવપૂર્વક હે જગ જનની... ટહુકા કરતો જાઇ... આભમાં ઉગેલ ચાંદલો... ધોળકિયા સ્પેશ્યલ.... ચાચર ચોક... ઘોર અંધારી રે... કેશરીયો રંગ... મારો સોનાનો ઘડુલો રે... વગેરે ગરબાને ભાવપૂર્વક નિહાળ્યા તથા આદ્યશકિત સ્વરૂપા દીકરીઓની સ્તુતી પ્રાર્થનાને માણી હતી. (પ-ર૭)

(3:44 pm IST)