Gujarati News

Gujarati News

News of Wednesday, 17th October 2018

રૈયા સ્માર્ટ સીટીમાં ટ્રાફીક-પાર્કીંગ-રોડની વ્યવસ્થા અંગે પ્રેઝેન્ટેશન

સ્માર્ટ સીટીનાં ૯૧ કરોડનાં 'સ્માર્ટ સોલ્યુશન'નાં ટેન્ડરો ભરનાર કોન્ટ્રાકટર એજન્સીએ કર્યુ પ્રેઝેન્ટેશનઃ મ્યુ. કમીશ્નર પાની, પોલીસ કમીશ્નર મનોજ અગ્રવાલ સહિતનાં અધિકારીઓની ઉપસ્થિતી

રાજકોટ, તા. ૧૭ :  મ્યુ. કોર્પોરેશન દ્વારા હાથ ધરાયેલ રૈયા સ્માર્ટસીટીમાં રસ્તા-ટ્રાફિક-પાર્કિંગની વ્યવસ્થા માટે સ્માર્ટ-સોલ્યુશના પ્રોજેકટ માટે ૯૧ કરોડના ટેન્ડર પ્રસિધ્ધ કરાયેલ છે. આ ટેન્ડર ભરનાર બે કોન્ટ્રાકર એજન્સીઓએ સ્માર્ટ સોલ્યુશન પ્રેઝન્ટેશન કર્યુ હતું.

રાજકોટ રાજકોટ સ્માર્ટ સિટી ડેવલપમેન્ટ લી. દ્વારા ભારત સરકારશ્રીના સ્માર્ટ સિટી મિશન અંતર્ગત PAN સિટી સ્માર્ટ સોલ્યુશન અંતર્ગત ICT બેઝડ પ્રોજેકટ “Master System Integrator for Implementation of Smart Solution for Rajkot City” થકી નીચે મુજબના પ્રવર્તમાન અને ભવિષ્યમાં આવનાર પ્રોબ્લેમ્સનું અત્યાધુનિક સોલ્યુશન કરવાનું આયોજન હાથ ધરવામાં આવેલ છે તેમ. મેયર બિનાબેન આચાર્ય અને મ્યુનિસિપલ કમિશ્નર બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું.

રાજકોટ સ્માર્ટ સિટી ડેવેલપમેંન્ટ લિ. દ્વારા “Master System integrator for Implementation of Smart Solutions for Rajkot City”નું ટેન્ડર અંદાજીત ખર્ચ રૂ.૯૧ કરોડનું  તા.૦૯/૦૮/૨૦૧૮ના રોજ પ્રસિદ્ઘ કરવામાં આવેલ જે અન્વયે તા.૧૭/૧૦/૨૦૧૮ના રોજ  એજન્સીઓ, હનિવેલ ઓટોમેશન ઇન્ડીયા લી. અને ભારત સંચાર નિગમ લી. તરફથી ટેન્ડર પ્રક્રિયાનાં ભાગરૂપે પ્રુફ ઓફ કન્સેપ્ટમા Proof of Concept (POC) પ્રેઝન્ટેશન માન. મેયર બિનાબેન આચાર્ય, રાજકોટ શહેરના પોલિસ કમિશ્નર મનોજ અગ્રવાલ, મ્યુનિસિપલ કમિશ્નર બંછાનિધિ પાની તેમજ જોઇન્ટ પોલીસ કમિશનર એસ. એન. ખત્રીની ઉપસ્થિતિમાં કરવામાં આવેલ છે. આ તકે જયુરી મેમ્બર્સમાં ગુજરાત ઇન્ફો પેટ્રો લિ.નાં બીરેન ભાવસાર, ઈ-ગવર્નન્સ ડીસ્ટ્રીકટ પ્રોજેકટ મેનેજર શ્રી દુષ્યંતસિંહ જાડેજા અને ગવર્નમેન્ટ એન્જી. કોલેજના હેડ ઓફ ધ ડીપાર્ટમેન્ટ શ્રી ચિરાગ ઠાકર ઉપસ્થિત રહયા હતાં.      

આજ હનિવેલ ઓટોમેશન ઇન્ડીયા લી. અને ભારત સંચાર નિગમ લી. એજન્સીઓ તરફથી ટેન્ડર પ્રક્રિયાનાં ભાગરૂપે પ્રુફ ઓફ કન્સેપ્ટમા પ્રેઝન્ટેશન નીચે મુજબનાં પ્રેઝન્ટેશન આપવામાં આવેલ.

Integrated Transport Management System (ITMS)ૅં આ મોડ્યુલ હેઠળ એજન્સીઓ મારફત  પબ્લિક ઇન્ફોર્મેશન સીસ્ટમ, વ્હીકલ મોનીટરીંગ સીસ્ટમ, ઓટોમેટીક ફેર કલેકશન સીસ્ટમનું લાઇવ પ્રેઝન્ટેશન કરવામાં આવેલ.

Smart Parking Solution:  આ મોડ્યુલ હેઠળ એજન્સીઓ મારફત સેન્સર ડીવાઇસથી પાર્કીગ મેનેજમેન્ટ કાર્યદક્ષ રીતે કેવી રીતે કરી શકાય, તેમજ ઓટોમેટીક ચાર્જ કલેકશન વિગેરેનું પ્રેઝન્ટેશન કરવામાં આવેલ.

Hawking Solution: આ સોલ્યુશન હેઠળ જાહેર રસ્તાઓ પર અનઅધિકૃત દબાણો સેન્સર અને કેમેરાથી કેવી રીતે અટકાવી શકાય તેનુ સોલ્યુશન દર્શાવવામાં આવેલ.

Smart Bus Stop આ સોલ્યુશન હેઠળ એજન્સીઓ દ્વારા સ્માર્ટ લાઇટીંગ, એલ.ઇ.ડી. બેઇઝડ પેસેન્જર ઇન્ફોર્મેશન સીસ્ટમ, વિગેરેનું પ્રેઝન્ટેશન કરવામાં આવેલ.   

Adaptive Traffic Control System (ATCS) આ સોલ્યુશન હેઠળ ઓટોમેટીક ટ્રાફિક મેનેજમેન્ટ કરવા ટ્રાફિક સીગ્નલ ટાઇમીંગ ટ્રાફિકની ફ્રીકવન્સી મુજબ આપોઆપ કંટ્રોલ થતો ટ્રાફિક જંકશનનું સીન્ક્રોરાઇઝેશન થાય તે મુજબની વ્યવસ્થા કરવાનું દર્શાવવામાં આવેલ.

Enterprise Resource Planning (ERP) આ સીસ્ટમ હેઠળ રાજકોટ મહાનગરપાલિકાનાં વહિવટી તંત્રની તમામ કામગીરીઓ જેમ કે પ્રોજેકટ મેનેજમેન્ટ, ફાઇનાન્સીઅલ મેનેજમેન્ટ, સ્ટોર મટીરીયલ, એસેટ મેનેજમેન્ટ જેવી કામગીરીઓ અને ઓડીટ મેનેજમેન્ટ વિગેરેને કાર્યક્ષમ કરવા સોલ્યુશન કેવી રીતે થઇ શકે તેનુ પ્રેઝન્ટેશન કરવામાં આવેલ.  

(3:42 pm IST)
  • હાલોલના રામેશરા ગામે 3560 કિલો અખાદ્ય ગોળનો જથ્થો ઝડપાયો : પંચમહાલ જિલ્લાના હાલોલના રામેશરા ગામમાં આવેલ અક્ષય ટ્રેડિંગ કંપનીના ગોડાઉનમાંથી 89000ની કિંમતનો 3560 કિલો અખાદ્ય ગોળ ગોધરા આર આર સેલે ઝડપી પાડ્યો access_time 1:05 am IST

  • સુરતમાં પર્વત પાટીયાના જૈન દેરાસરમાં આદિનાથ ભગવાનની મુર્તિની ચોરી:ચાંદીના કળશ અને છત્રની પણ તસ્કરો બઠાવી ગયા : જૈન સમાજમાં રોષની લાગણી access_time 2:20 pm IST

  • પંજાબ-હરિયાણામાં માત્ર ત્રણ કલાક જ ફટાકડા ફોડી શકાશે :હાઇકોર્ટે તહેવારોમાં ફટાકડા ફોડવા બાબતે દિશાનિર્દેશ આપ્યા :સાંજે 6-30થી 9-30 સુધી ત્રણ કલાક ફટાકડા ફોડવા આપી મંજૂરી :હાઇકોર્ટે કડક વલણ અપનાવતા કહ્યું કે ફટાકડા પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવી શકીએ ,આતીશબાજી એ સારી છે કે ખિસ્સામાંથી નોટ કાઢો અને આગ લગાડો access_time 1:15 am IST