Gujarati News

Gujarati News

News of Wednesday, 17th October 2018

શાપર ગ્રામ પંચાયતે ૨૧ બાળકો દતક લીધા

શાપર તા.૧૭: કોટડાસાંગાણી તાલુકાના શાપર ગામે શાપર ગામના કુપોષિત બાળકોને દતક લેવાનો કાર્યક્રમ તાલુકા પંચાયત, કોટડાસાંગાણી તથા શાપર ગ્રામ પંચાયતના માર્ગદર્શન હેઠળ યોજાયેલ. શાપર ગામના સરપંચ શ્રી ગીતાબેન ધર્મેન્દ્રભાઇ ટીલારાએ કુલ ૨૧ બાળકોને દતક લીધેલ છે. જેમાં શાપર ગ્રામ પંચાયત અને ગ્રામજનોએ સહયોગ આપેલ છે.

કાર્યક્રમમાં તાલુકા વિકાસ અધિકારી શ્રી જે.જી. ગોહિલ, સી.ડી.પી.ઓ, કોટડાસાંગાણી શ્રી રસીદાબેન, શાપર ગ્રામ પંચાયતના સરપંચ શ્રી ગીતાબેન ધર્મેન્દ્રભાઇ ટીલારા તથા ઉપ સરપંચ શ્રી જયેશભાઇ આંબાભાઇ કાકડીયા તથા તમામ સદસ્યશ્રીઓ, શાપર ગામના આગેવાનો હાજર રહેલ છે. આ આયોજનને સફળ બનાવવા શાપર ગ્રામ પંચાયતના તલાટી-કમ-મંત્રી શ્રી પી.એલ. વસોયા તથા કર્મચારીઓએ જહેમત કરેલ છે.(૧.૨)

(3:40 pm IST)