Gujarati News

Gujarati News

News of Wednesday, 17th October 2018

કોર્પોરેશનનાં ભંગારની ઓન લાઇન હરરાજી શંકાસ્પદઃ પૈસા ઓછા આવ્યાઃ ઘનશ્યામસિંહ

રાજકોટ તા. ૧૭ :.. કોર્પોરેશન દ્વારા કરવામાં આવેલ ઇલેકટ્રીક મીકેનીક વસ્તુની ભંગારની હરરાજી શંકાસ્પદ અને પૈસા ઓછા આવ્યાનો આક્ષેપ કરી આજની સ્ટેન્ડીંગ કમીટી બેઠકમાં  ભંગારની ઓન લાઇન હરરાજીની દરખસતનો કોંગી સભ્ય ઘનશ્યામભાઇ જાડેજાએ વિરોધ કર્યો હતો.

આ અંગે કોંગી સભ્ય ઘનશયામસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, રા. મ્યુનિ. કોર્પો. દ્વારા તા. ૧૧ ઓકટો. રજૂ થયેલ દ. નં. ર૧૮ માં જે ઉપરોકત જણાવ્યા પ્રમાણેની એસેસરીઝનું વેચાણ મારફત રા. મ્યુનિ. કોર્પો. ને ઉપજેલ રકમ રૂ. ૪૦,૪૧,પપ૪-૦૦ દર્શાવવામાં આવી છે. પરંતુ આ દરખાસ્તમાં જુદા જુદા ડીપાર્ટમેન્ટ કંઇ કંઇ વસ્તુનું કરવામાં આવ્યુ છે કે, તે વસ્તુની વિગતવાર યાદી દર્શાવવામાં આવી નથી. ને આ વિભાગના કયાં કયા પાર્ટસ કરવામાં તેની કિંમત કેટલી તે વિગતવાર દર્શાવેલ નથી. તો આ વિગતવાર દર્શાવવાનું જરૂરી છે. ને મારફત મળેલી આ રકમ શંકા ને સ્થાને છે. ને આમાં આરએમસીને ફાયદને બદલે નુકશાની જતી હોય તેવું શંકા ઉપજાવે છે. તો આ દરખાસ્તમાં કયાંય રંઘાઇ રહ્યુ નો આક્ષેપ કરી આ દરખાસ્તનો વિરોધ કર્યો હતો.

(3:37 pm IST)