Gujarati News

Gujarati News

News of Wednesday, 17th October 2018

પટેલનગર પાસેથી રોહીત અને નવિન ચોરાઉ એકટીવા સાથે પકડાયા

રાજકોટઃ પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ તથા જોઇન્ટ કમિશ્નર સિદ્ધાર્થ ખત્રીની સૂચનાથી ભકિતનગર પોલીસ મથકના પીઆઇ વી.કે.ગઢવી તથા પીએસઆઇ પી.એમ.ધાખડા, મહેન્દ્રસિંહ, પ્રકાશભાઇ, સલીમભાઇ, દિવ્યરાજસિંહ, વિક્રમભાઇ, દેવાભાઇ, વાલજીભાઇ, ભાવેશભાઇ, રાણાભાઇ, રાજેશભાઇ તથા હિતેષભાઇ સહિત પેટ્રોલીંગમાં હતા ત્યારે દેવાભાઇ અને વિક્રમભાઇને મળેલી બાતમીના આધારે રોહીત મોહનભાઇ ચાંડપા (ઉ.રપ) (રહે.જંગલેશ્વર શેરી નં.૩૦) અને નવીન દેવજીભાઇ સીંગલ (ઉ.૩૧) (રહે. જંગલેશ્વર બુદ્ધનગર શેરી નં. પ)ને ચોરાઉ એકટીવા સાથે પકડી લઇ કાર્યવાહી કરી હતી.(૬.૩૧)

(3:31 pm IST)