Gujarati News

Gujarati News

News of Wednesday, 17th October 2018

સરકારની એકતા યાત્રા રરમીએ રાજકોટમાં : રોજ બે વોર્ડમાં ફરશે

રાજકોટ, તા. ૧૭ : રાજય સરકાર દ્વારા કેવડિયા કોલોનીમાં પ૮ર ફૂટ ઉંચી સરદાર પ્રતિમા (સ્ટેચ્યુ ઓફ યુનિટ)નું તા. ૩૧મીએ અનાવરણ થનાર છે તે નિમિતે સરદાર પટેલનો સંદેશ ઘરેઅઘરે પહોંચાડવા તા. ર૦મીથી પ્રથમ તબક્કાની એકતા યાત્રા શરૂ થનાર છે. આ યાત્રા તા. રરમીએ રાજકોટ આવી પહોંચશ. તા. ૩૦મી સુધી દરરોજ બબ્બે વોર્ડમાં ફરશે. ૯ દિવસમાં સમગ્ર શહેરના બધા વોર્ડ આવરી લેવામાં આવશે.

એકતા યાત્રા માટે સરકારે ખાસ રથ તૈયાર કર્યા છે. રાજકોટમાં યાત્રાના પ્રારંભ અથવા સમાપન પ્રસંગે રાજય કે કેન્દ્રના મંત્રી અથવા ટોચના મહાનુભાવ ઉપસ્થિત રહેશે. પ્રમુખ કમલેશ મિરાણીના માર્ગદર્શન હેઠળ યાત્રાના સ્વાગત અને પરિભ્રમણ માટે તૈયારી ચાલી રહી છે.

સ્ટેચ્યુ ઓફ યુનિટી વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા છે. એક ભારત, શ્રેષ્ઠ ભારતના સ્વપ્નદૃષ્ટા સરદાર પટેલના રાષ્ટ્ર માટેના યોગદાનને જનજન સુધી પહોંચાડવા માટે અને અખંડ ભારતનો સંદેશ ફેલાવવા રાજયના ૧૦ હજાર ગામોમાં બે તબક્કે એકતા યાત્રા નીકળનાર છે. પ્રથમ તબક્કે તા. ર૦થી ૩૦ ઓકટોબર અને બીજો તબક્કો તા. ૧રથી ર૧ નવેમ્બર સુધી યોજાનાર છે. (૮.૧૭)

(3:30 pm IST)