Gujarati News

Gujarati News

News of Wednesday, 17th October 2018

જૈનમ રાસોત્સવમાં આજે રજપૂત સમાજના આગેવાનોના હસ્તે આરતી

અરવિંદ વેગડાએ ખેલૈયાઓને મોજ કરાવી : અધિકારીઓ - પદાધિકારીઓની હાજરી

રાજકોટ : જૈનમ નવરાત્રી મહોત્સવના સાતમા નોરતે શ્રી મોહનભાઈ કુંડારીયા (સાંસદ), શ્રી બંછાનીધી પાની (કમીશ્નર રાજકોટ), જીતુભાઈ દેસાઇ (દાદાવાડી દેરાસર-માંડવી ચોક), શ્રી ધનસુખભાઈ ભંડેરી (ચેરમેન-મ્યુનિ.ફાયનાન્સ બોર્ડ), ડો.રૂત્વીજભાઈ પટેલ (પ્રમુખ-ગુજરાત પ્રદેશ યુવા ભાજપ), મનીષભાઈ મડેકા (રોલેકસ રીંગ્સ), પ્રદીપભાઈ ડવ (પ્રમુખ-રાજકોટ યુવા ભાજપ), અનીલભાઈ દેસાઈ (ધારાશાસ્ત્રી), કમલેશભાઈ શાહ (ધારાશાસ્ત્રી), કીશોરભાઈ રાઠોડ (મહામંત્રી-રાજકોટ શહેર ભાજપ),  સ્મીતભાઈ કનેરીયા (જાણીતા બિલ્ડર્સ), પીયુષભાઈ મહેતા, શ્રી વિભાશભાઈ શેઠ,   નીતીનભાઈ ભુત (ઈન્ચાર્જ - સૌરાષ્ટ્ર મીડીયા ભાજપ), રઘુભાઈ ધોળકીયા,  હીમાંશુભાઈ દોશી (ડી.વાય.એસ.પી.-એન્ટી કરપ્શન બ્યુરો), ફાલ્ગુનભાઈ ઉપાઘ્યાયા (ભાજપ પ્રભારી), જયરાજસિંહ જાડેજા,  જગદીપભાઈ ખાચર (ઉપપ્રમુખ-ચોટીલા નગરપાલિકા), શ્રી જેનીશભાઈ અજમેરા (જાણીતા બિલ્ડર્સ), શ્રી ક્રિપાલસિંહ ઝાલા,  અતુલભાઈ પંડીત (પંડીત માર્કેટીંગ),  હરેશભાઈ જોશી (ભાજપ અગ્રણી),  મહેશભાઈ રાઠોડ (ભાજપ અગ્રણી),   મયુરભાઈ કોઠારી (સિઘ્ધી વિનાયક-હોન્ડા),  નેહાબેન દેશાઈ (પ્રિમીયર સ્કુલ), ડો. પારસ શાહ (રત્નમ હોસ્પિટલ), ડો. શ્રેતાંગ જોશી (ગુંજન હોસ્પિટલ), ડો. પારસ ડી. શાહ, નીતીનભાઈ કામદાર (જુલીયાના), જસ્મીનભાઈ ધોળકીયા (આઈ કેર), ડો.અમીત હપાણી (પ્રગતિ હોસ્પિટલ),  દિપકભાઈ પટેલ (આર.એસ.એસ. અગ્રણી), ભુપતભાઈ પરમાર (કડીયા સમાજ અગ્રણી), દર્શિતભાઈ જાની (પ્રમુખ-બ્રહ્મસમાજ), નિરેનભાઈ જાની (બ્રહ્મસમાજ) ઉપસ્થિત રહયા હતા.

ગઈકાલે ભલા મોરી રામા ભલા તારી રામા ગીતથી ચાહના મેળવેલ શ્રી અરવિંદ વેગડા દ્વારા જૈનમ્ના ખેલૈયાઓ સાથે જમાવટ કરી હતી. સાથે મયુરી પાટલીયા, શ્રીકાંત નાયર, પરાગી પારેખ, વિશાલ પંચાલ અને પ્રિતી ભટ્ટ પણ એક થી એક ચડીયાતા ગીતો રજુ કરેલ હતા.

સાતમાં નોરતે મેલ પ્રિન્સેસ તરીકે પ્રથમ નંબરે શાહ કૌશલ, બીજા નંબરે દેશાઈ જૈનમ, ત્રિજા નંબરે દોશી સિઘ્ધાર્થ , જયારે મેલ વેલ ડ્રેસમાં પ્રથમ દોશી ભવ્ય, બીજા નંબરે દોશી રૂષભ, ત્રિજા નંબર ઉચાટ નીખીલને વિજેતા જાહેર કરેલ, ફીમેલ પ્રીન્સેસ તરીકે ફીમેલ પ્રિન્સેસ તરીકે પ્રથમ નંબરે કોઠારી અમી, બીજા નંબર ગાંધી ભુમી, ત્રિજા નંબરે વોરા ઘ્વની અને ફીમેલ વેલ ડ્રેસમાં પ્રથમ નંબરે મહેતા જલ્પા, બિજા નંબરે શાહ મીના અને ત્રિજા નંબર ભાયાણી લેખાને વિજેતા જાહેર કરેલ.

મેલ કીડ્સ પ્રીન્સમાં પ્રથમ નંબરે શાહ આયુષ, બિજા નંબરે ઘેલાણી વર્ધાન, ત્રિજા નંબરે બાવીશી આગમ તથા મેલ કીડ વેલ ડ્રેસમાં પ્રથમ નંબરે દોશી જશ, બિજા નંબરે શાહ કાવ્યા અને ત્રિજા નંબરે મહેતા કેયુરને વિજેતા જાહેર કરેલ, જયારે ફીમેલ કીડ પ્રિન્સેસમાં પ્રથમ નંબરે શાહ યેશા, બિજા નંબરે દોમડીયા યશ્વી, ત્રિજા નંબરે  ખારા નિર્વી આ ઉપરાંત ફીમેલ કીડ વેલ ડ્રેસમાં પ્રથમ નંબરે મહેતા યશ્વી, બિજા નંબરે દોશી હેત્વી, ત્રિજા નંબરે કોઠારી જીવાને વિજેતા જાહેર કરવામાં આવેલ હતા. ૪૦થી વધુ ઉંમરનાં ખેલૈયાઓ માટે જેન્ટસમાં ઉંચાટ દોશી તથા લેડીઝમાં જીગ્ના ઉંચાટ, શાહ સ્મીતાને વિજેતા જાહેર કરેલ હતા.

જજ તરીકે ઉષાબેન વાણી, જીજ્ઞેશ પાઠક, સમીત ત્રિવેદી, ભાવના બગડાઈ,  ડો.અતુલ પંડયા (આઈ.એમ.એ.), ડો.દર્શનાબેન પંડયા (ગાયનેકોલોજીસ્ટ), ડો.પીયુષ અનડકટ (સેક્રેટરી-આઈ.એમ.એ.-રાજકોટ), ડો.કમલેશ કાલરીયા (આઈ સર્જન એસોસીએશન), શ્રી બિનીતાબેન કાલરીયા, શ્રી જસ્મીનબેન વિરાણી (બાલાજી વેફર્સ પરિવાર)એ વિઠલાણીએ સેવા આપેલ.(૩૭.૧૬)

(3:30 pm IST)