Gujarati News

Gujarati News

News of Wednesday, 17th October 2018

તહેવારો ટાણે તેલીયારાજા સક્રિય :પંદર દિવસમાં ડબ્બે 70 રૂપિયાનો ઉછાળો

 

રાજકોટ :તહેવારોના દિવસોમાં તેલનો ખેલ શરૂ થયાનું ચર્ચાઈ છે તહેવારો સમયે ખાદ્ય તેલમાં જે રીતે ભાવ વધારો થાય છે તેના પરથી ચોક્કસપણે શંકા જાય કે આખરે એવું તો શું થાય છે કે તહેવાર સમયે તેલના ખેલ શરૂ થાય છે ભાવમાં ભડકો થાય છે.. વખતે પણ આવું જોવા મળ્યુ છે પહેલી તારીખથી અત્યાર સુધીમા તેલમા 15 કીલોના ડબાએ 70 રુપિયાનો વધારો થયો છે.

 ખાદ્ય તેલના ભાવ વધતા મધ્યમવર્ગની મુશ્કેલી વધી છે.સીંગતેલના ભાવમાં તેજીનો તોખાર જોવા મળી રહ્યો  છે. સિંગતેલમાં મહિનાના પ્રારંભથી ભાવ વધવાની શરુઆત થઇ છે  અને હજુ પણ ભાવ વધે તેવી શક્યતા છે. 15 દિવસની અંદર સીંગતેલના ભાવમાં  15 કીલોના ડબાએ 70 જેટલો વધારો ઝીંકી દેવામા આવ્યો છે.

(9:38 pm IST)