Gujarati News

Gujarati News

News of Tuesday, 16th October 2018

રાજકોટ-ગોંડલ હાઇવે પર ભોજપરાના પાટિયા પાસે અજાણ્યા વાહનની ઠોકરે બાઈક સવાર વૃદ્ધ દંપતી ખંડિત :જેન્તીભાઇ સીદપરાનું કરૂણમોત : વૃદ્ધાને સારવાર માટે રાજકોટ ખસેડાયા

 રાજકોટ: રાજકોટ- ગોંડલ નેશનલ હાઈવે પર ભોજપરાના પાટીયા પાસેની ગોજારી ઘટના બની છે જેમાંબાઈક સવાર વૃધ્ધ દંપતિને અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતાં વૃધ્ધ દંપતિ ખંડિત થયું હતું આ અકસ્માતમાં રાજકોટના કોઠારીયા ચોકડી પાસે રહેતા જેન્તીભાઈ બચુભાઈ સીદપરા  ( ઉ.વ.70 ) નામના પટેલનું મોત નિપજ્યું. છે જયારે મૃતકના પત્નીને રાજકોટની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે

ગોંડલ તાલુકા પોલીસે અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે

(1:25 am IST)
  • ભારતની ચિંતા વધારશે ચીન :બ્રહ્મોસ મિસાઇલથી પણ બહેતર મિસાઈલ પાકિસ્તાનને આપશે :પાકિસ્તાન ચીન પાસેથી સુપરસોનિક મિસાઈલ ખરીદે તેવી શકયતા :ચીનના સરકારી મીડિયા મુજબ ચીન દ્વારા પાકિસ્તાન સાથે સૌથી મોટો ડ્રોન સોદો કરવાની જાહેરાત કરશે ;આગામી 3જી નવેમ્બરે પાકિસ્તાનના પીએમ ઇમરાનખાન ચીનના ત્રણ દિવસના પ્રવાસે જશે access_time 1:12 am IST

  • 22મીથી તલાટીઓની રાજ્યવ્યાપી હડતાળ :ગુજરાત રાજ્ય તલાટી મહામંડળ દ્વારા ૨૨ તારીખ થી રાજ્યવ્યાપી હડતાળની જાહેરાત કરી : ગુજરાત રાજ્ય તલાટી મહામંડળની મળેલી બેઠકમાં લેવાયો નિર્ણય :લાંબા સમયથી પડતર પ્રશ્નોનુ નિરાકરણ નહીં આવતા આખરે આ નિર્ણય લીધો :૨૨મીએ રાજ્યભરની પંચાયતનો વહીવટ ઠપ્પ કરવાની ચીમકી ઉચ્ચારી access_time 1:05 am IST

  • BSNL દ્વારા ગ્રાહકોને દશેરાની ભેટઃ ધનલક્ષ્મી પ્રોજેકટ અમલમાં: ટેલીકોમ તંત્રનો દશેરા સંદર્ભે ખાસ ધનલક્ષ્મી પ્રોજેકટઃ ૧૮ ઓકટોબરથી ૭ નવેમ્બર સુધી સ્કીમઃ ચાલુ બીલ ભરે તેને બેીલમાં ૧ ટકો ડીસ્કાઉન્ટઃ પે બાય ડેઇટમાં ર ટકા અને એડવાન્સ બીલમાં ૩ ટકા ડીસ્કાઉન્ટઃ મહત્વની જાહેરાત access_time 11:42 am IST