Gujarati News

Gujarati News

News of Friday, 17th September 2021

તા.૨૫-૨૬ના ઓપન સૌરાષ્ટ્ર કચ્છ ચેસ ટુર્નામેન્ટ

ગેસ્ફોર્ડ ચેસ કલબ અને દશા સોરઠીયા વણિક (મહાજન) સમાજ દ્વારા : અન્ડર-૧૧-૧૬ અને તેની સાથે લેડીઝ ટૂર્નામેન્ટ : વિજેતાઓને શિલ્ડ- પ્રમાણપત્ર એનાયત કરશે

 રાજકોટઃ  ગેસ્કોર્ડ ચેસ કલબ રાજકોટ તથા શ્રી દશા સોરઠિયા વણિક (મહાજન) સમાજ, રાજકોટ દ્વારા ઓપન સૌરાષ્ટ્ર-કચ્છ રેપિડ ચેસ ટુર્નામેન્ટ નું આયોજન કરેલ છે અને તેમાં ઓપન સૌરાષ્ટ્ર-કચ્છ, .  અંડર-૧૧, અંડર-૧૬ તથા તેની સાથે લેડીઝ ટુર્નામેન્ટ એમ એક સાથે ચાર ટુર્નામિન્ટનું જબરદસ્ત આયોજન આગામી ના રપ અને ર૬ સપ્ટેમ્બરના માલવિયા વાડી, ગોંડલ રોડ, રાજકોટ ખાતે    રાખવામાં આવેલ છે.

 આ ટુર્નામેન્ટમાં કુલ ૫૫ હજારના ઇનામો આપવામાં આવશે તથા વિજેતાને શિલ્ડ તેમજ સર્ટીફીકેટથી સન્માનિત કરવામાં આવશે. ઓપન કેટેગરીની ટુર્નામેન્ટ તા. રપના રોજ બપોરે ર કલાકે શરુ કરવામાં આવશે તથા અંડર -૧૧, અંડર-૧૬ અને લેડીઝ ટુર્નામેન્ટ નો પ્રારંભ તા. ર૬ને રવિવાર ના રોજ સવારે ૮ કલાકે શરુ કરવામાં આવશે. 

 બહારગામથી આવનાર ખેલાડીઓને રહેવાની વ્યવસ્થા પણ સંસ્થા દ્વારા કરવામાં આવેલ છે. ભાગ લેનાર ખેલાડી પોતાની એન્ટ્રી  ૧). ગેસફેર્ડ ચેસ કલબ, કિરીટ પાન હાઉસ, ફોન નંબર ૦૨૮૧ ૨૨૨૧૭૪૬, ર). ર૦૪ અરિહંત બીઝનેસ સેન્ટર, ગુંદાવાડી હોસ્પિટલની સામે, કેનાલ રોડ, રાજકોટ ૭૯૮૪૪૬૪૪૯૯ તથા ૩). માલવિયાવાડી, ગોંડલ રોડ, રાજકોટ રાજેશભાઈ ધ્રુવ મો. નં. ૯૮૨૫૪૮૧૬૫૫ ઉપર ફોર્મ ભરી તા. ર૩   સુધીમાં આપવાના રેહશે. વધુ વિગત માટે કિશોરસિંહ જેઠવા ૯૯રપર૪૮રપ૧, મહેશ ચૌહાણ ૯૭૨૪૯ ૮૮૧૯૮, જય ડોડીયા ૯ર૭૬૮ ૩૫૧૧૪, મનીષ પરમાર ૯૮રપ૧ ૧૨રર૯, પ્રફુલભાઈ ચંદારાણા ૯૪ર૬૯ ૦૬૭૩૨

આ ટુર્નામેન્ટ સ્વીસ વીગ પધ્ધતિથી રમાડવામાં આવશે તથા ટાઈમ કંટ્રોલ ર૫+૧૦ સેકન્ડ  ઇન્ક્રીમેન્ટ રહેશે. દરેક ભાગ લેનાર ખેલાડીએ પોતાનું ચેસ બોર્ડ ફરીજીયાત લાવવાનું રેહશે અને ચેસ કલોક જો હોય તો લાવવાની રહેશે.

આ ટુર્નામેન્ટને સફળ બનાવવા નવી ટીમના સભ્યો વિશાલભાઈ  સોલંકી, કિશોરસિંહ જેઠવા, હર્ષદભાઈ ડોડીયા, મહેશભાઈ વ્યાસ, હર્ષિલભાઈ શાહ, મહેશભાઈ  ચૌહાણ, ભાવેશભાઈ પટેલ, રાજેશભાઈ ધ્રુવ, જીગ્નેશભાઈ શાહ, પ્રફુલભાઈ ચંદારાણા, વલ્લભભાઈ પીપળીયા, સંદીપભાઈ અગરવાલ, પ્રધુમનસિંહ જલુ, અરવિંદભાઈ માલવી, સિધાર્થભાઈ મેહતા, અનિલભાઈ શુકલા વિગેરે જહેમત ઉઠાવી રહ્યા છે.

 આ ટુર્નામેન્ટના ચીફ આરબીટ્રેટર તરીકે જય ડોડીયા સેવા આપશે. આ ટુર્નામેન્ટમાં સરકારશ્રીની કોરોનાની ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરવાનું રેહશે. આ ટુર્નામેન્ટમાં નવી ટીમ દ્વારા ખુબ સારા પ્રયત્નો થતા તથા ખુબ સારા ઇનામોની જાહેરાત થતા ઘણા નવા-જુના ચેસ રસિકો તથા બહારગામના હાઈ રેટેડ ખેલાડીઓ આ ટુર્નામેન્ટમાં   ભાગ લેવા થનગની રહ્યા છે તેમજ કોરોના બ્રાદ પ્રથમ ટુર્નામેન્ટ હોય ખુબજ ઉત્સાહ પ્રવર્તી રહ્યો છે. તેમજ જુજ એન્ટ્રી બાકી છે જેથી વહેલા તે પેહલાના ધોરણે દરેક ખેલાડીઓને રજીસ્ટ્રેશન વહેલું કરાવી લેવાનું રહેશે તેવું વિશાલભાઈ સોલંકી અને કિશોરસિંહ જેઠવાની સંયુકત યાદીમાં જણાવેલ છે.

(4:52 pm IST)