Gujarati News

Gujarati News

News of Friday, 17th September 2021

રાજકોટમાં ૪ મહિનાની બાળકીને કોરોના પોઝીટીવ

રાજકોટઃ આધારભૂત વર્તુળોના જણાવ્યા પ્રમાણે રાજકોટમાં બાળકોમાં કોરોના દેખા દેવા લાગ્યો છે. સિવીલ હોસ્પિટલમાં ૪ મહિનાની બાળકીને કોરોના પોઝીટીવ આવ્યો છે. રાજકોટ સીવીલમાં ૩ લોકો કોરોના સારવાર લઇ રહયા છે. તેમાં એક આ બાળા છે. જે પડધરીના નાનકડા ગામડાની હોવાનું કહેવાય છે અન્ય ૩ બાળકોના નેગેટીવ આવ્યાનું અને હજુ અડધો ડઝન બાળકોના ટેસ્ટની રાહ જોવાઇ રહયાનું જાણવા મળે છે. સત્તાવાર સમર્થન મેળવાઇ રહયું છે.

(4:05 pm IST)