Gujarati News

Gujarati News

News of Friday, 17th September 2021

સીંગતેલમાં પુનઃ રૂ.૧૦નો ઉછાળો

વરસાદના કારણે કાચા માલની આવકો ઘટતા ભાવ વધ્યાઃ કપાસીયા તેલમાં પણ પ રૂપિયા વધ્યા

રાજકોટ, તા.૧૭: સૌરાષ્ટ્રમાં વરસાદના કારણે કાચા માલની આવકો ઘટતા સીંગતેલમાં પુનઃ રૂ.૧૦ અને કપાસીયા તેલમાં પ રૂ.નો ભાવ વધારો થયો હતો.

સ્થાનીક બજારમાં વરસાદના કારણે કાચા માલ અછતના અહેવાલે સીંગતેલમાં  રૂ.૧૦ વધ્યા હતા. સીંગતેલ લુઝ (૧૦ કિગ્રા)ના ભાવ ૧૫૬૫ રૂપિયા હતા તે વધીને આજે બપોરે ૧૫૭૫ રૂપિયા ભાવ બોલાયા હતા. જયારે સીંગતેલ નવા ટીનના ભાવ ૨૫૪૦ થી ૨૫૮૦ રૂપિયા હતા તે વધીને ૨૫૫૦ની ૨૫૯૦ રૂપિયાની સપાટીએ ભાવ પહોંચ્યા હતા.

સીંગતેલની સાથે કપાસીયા તેલમાં પણ ૫ રૂપિયાનો ઉછાળો થતા કપાસીયા ટીનના ભાવ ૨૩૮૦ થી ૨૪૧૦ રૂપિયા હતા તે વધીને ૨૩૮૫ થી ૨૪૧૫ રૂપિયાની સપાટીએ ભાવ પહોંચ્યા હતા.

(3:58 pm IST)