Gujarati News

Gujarati News

News of Friday, 17th September 2021

જુનુ સ્વાતી પાર્કનાં મકાનમાંથી દારૂની ૧૭ બોટલ અને ૮૦ પાઉચ સાથે દિલીપ પકડાયો

આજીડેમ પોલીસનો દરોડોઃ ર૮ હજારનો મુદામાલ કબ્જે

રાજકોટ તા. ૧૭: સ્વાતી પાર્ક મેઇન રોડ પર જુના સ્વાતી પાર્કમાં આવેલા મકાનમાં આજીડેમ પોલીસે બાતમીના આધારે દરોડો પાડી દારૂની ૧૭ બોટલ અને ૮૦ પાઉચ સાથે એક શખ્સને પકડી લીધો હતો.

મળતી વિગત મુજબ જુનુ સ્વાતી પાર્કમાં એક મકાનમાં દારૂનો જથ્થો હોવાની આજીડેમ પોલીસ મથકના કોન્સ. કુલદીપસિંહ જાડેજા, શૈલેષભાઇ નેચડા તથા જયપાલભાઇ બરાળીયાને બાતમી મળતા જુનુ સ્વાતી પાર્ક શેરી માં. ૭/૮ના ખુણે આવેલા મકાનમાં દરોડો પાડી રૂ. ર૮,૭૦૦ની કિંમતની દારૂની ૧૭ બોટલ અને ૮૦ દારૂના પાઉચ મળી આવતા મકાનમાં રહેતા દીલીપ પ્રવિણભાઇ ભાલારા (ઉ.વ.૩૭) ને પકડી લઇ કાર્યવાહી કરી હતી. આ કામગીરી પી.આઇ. વી. જે. ચાવડાના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ. એમ. ડી. વાળા, એ.એસ.આઇ. યશવંતભાઇ, હેડ કોન્સ. કૌશેન્દ્રસિંહ, કુલદીપસિંહ, શૈલેષભાઇ, જયપાલભાઇ, ઉમેદભાઇ તથા ભીખુભાઇ દ્વારા કરવામાં આવી હતી. 

(3:18 pm IST)