Gujarati News

Gujarati News

News of Friday, 17th September 2021

લાગણી ભર્યા દ્રશ્યો સર્જાયાઃ વિજયભાઈ- અંજલીબેને સાંત્વના આપી

રાજકોટઃ શ્રી વિજયભાઈ રૂપાણી અને શ્રીમતિ અંજલીબેન રૂપાણી ગઈસાંજે રાજકોટ આવી પહોંચ્યા હતા. ખૂબ જ ચાહના ધરાવનાર શ્રી રૂપાણીનું સ્વાગત કરવા માટે બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. સૌનો પ્રેમ નિહાળી વિજયભાઈએ સૌનું અભિવાદન ઝીલ્યું હતું. આ સમયે લાગણી ભર્યા દ્રશ્યો સર્જાયા હતા. અમુક લોકો તો ચોધાર આંસુએ રડવા લાગ્યા હતા. ત્યારે વિજયભાઈ અને અંજલીબેને આ તમામને સાંત્વના આપી હતી. ખૂબ જ લાગણી ભર્યા દ્રશ્યો જોવા મળ્યા હતા.(તસ્વીરઃ અશોક બગથરીયા) 

(3:15 pm IST)