Gujarati News

Gujarati News

News of Friday, 17th September 2021

રાજકોટ જિલ્લાના ગામોમાં મોદીના જન્‍મદિન નિમિતે મેગા રસીકરણ

વડાપ્રધાનને શુભેચ્‍છા પાઠવતા પ્રમુખ ભૂપત બોદર

રાજકોટ,તા. ૧૭ : જિલ્લા પંચાયત પ્રમુખ ભૂપત બોદરએ વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઇ મોદીના જન્‍મદિન નિમિતે શુભેચ્‍છા પાઠવતા જણાવ્‍યું છે કે મોદીએ ગુજરાત અને ભારતનું નામ રોશન કર્યું છે. અનેક લોકકલ્‍યાણકારી યોજનાઓ દ્વારા દેશ વિકાસ માર્ગે આગળ વધી રહ્યો છે. તેઓ લોકોના નેતા છે અને લોકો માટે સમર્પિત છે. તેમના નેતૃત્‍વમાં દેશ મજબુત રીતે ઉભરી રહ્યો છે.

શ્રી ભૂપત બોદરે જણાવેલ કે આજે મોદીના જન્‍મદિન નિમિતે જિલ્લાના વિવિધ તાલુકા અને ગામોમાં મેગા રસીકરણ કેમ્‍પ યોજાયેલ છે. જેમાં ૭૦ હજારથી વધુ લોકોને રસી આપવાનો લક્ષ્યાંક છે. ડી.ડી.ઓ દેવ ચૌધરીના માર્ગદર્શન હેઠળ આરોગ્‍યની ટીમ કાર્યરત છે.

મહિકા ગામ ખાતે ભૂપતભાઇ બોદરના હસ્‍તે જીવન જરૂરીયાતની ચીજ-વસ્‍તુઓની અનાજની રાશન કીટ વિતરણ કરવામાં આવશે. જેમાં રાજકોટ તાલુકા મહીલા મોરચાના પ્રમુખ વર્ષાબેન ખુંટ, મહીકા સરપંચ બાબુભાઇ મોલીયા, રસીકભાઇ ખુંટ, ભરતભાઇ મોલીયા, કેયુરભાઇ ઢોલરિયા, ભરતભાઇ ખુંટ, ઉમેશભાઇ ગોહેલ, વિજયભાઇ ગોહેલ, સલીમભાઇ અજમેરી, ઉમેશભાઇ વસાણી, લલીતભાઇ મોલીયા, દીપકભાઇ જોષી સહિતના અગ્રણીઓ ઉપસ્‍થિત રહેશે.

(10:34 am IST)