Gujarati News

Gujarati News

News of Thursday, 17th September 2020

કોંગી નેતાએ પત્રકારો- ફોટોગ્રાફરોને ચા પીવડાવી

રાજકોટઃ કોંગ્રેસ દ્વારા આજે કલેકટર કચેરીએ આવેદન આપવામાં આવ્યું ત્યારે પ્રિન્ટ અને ઈલેકટ્રોનિક મીડિયાના પત્રકારો, ફોટોગ્રાફરો અને કેમેરામેન હાજર હતા. દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો જન્મદિન હોય મ્યુનિસીપલ કોર્પોરેશનના કોંગ્રેસના કાર્યાલય મંત્રી વિરલ ભટ્ટે સૌને ચા પીવડાવી જન્મદિનની શુભેચ્છા પાઠવી હતી.(તસ્વીરઃ અશોક બગથરીયા)

(3:59 pm IST)
  • વડોદરામાં પુર્વ મેયર અને કોર્પોરેટર ભરત ડાંગર કોરોનાની ઝપટે ચડ્યા: ટીવટરમાં આપી જાણકારી: તેઓએ તેમના સંપર્કમાં આવેલ લોકો ટેસ્ટ કરવા કરી અપીલ access_time 10:32 pm IST

  • પેટ્રોલ ડીઝલના ભાવમાં આજે પણ ધટાડો : પેટ્રોલના ભાવમાં પ્રતિ લિટરે 15 પૈસા અને ડીઝલમાં 21 પૈસાનો ઘટાડો : ભાવ ઘટાડો સવારે છ વાગ્યાથી લાગુ. access_time 11:40 pm IST

  • દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે 70 વર્ષના થયા છે. દેશભરમાં ભારતીય જનતા પાર્ટી PM મોદીના જન્મદિવસને 'સેવા સપ્તાહ' તરીકે મનાવી રહી છે. આ સાથે જ દિગ્ગજ નેતાઓ દ્વારા PM મોદીને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદથી લઇને ગૃહમંત્રી અમિત શાહ, રક્ષા મંત્રી રાજનાથસિંહ, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને અન્ય મોટા નેતાઓએ પીએમ મોદીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી. access_time 9:17 am IST