Gujarati News

Gujarati News

News of Thursday, 17th September 2020

રૂ. ૧૫ લાખનો ચેક પાછો ફરતાં કોર્ટમાં ફરીયાદ : આરોપીને હાજર થવા સમન્સ

રાજકોટ,તા. ૧૭: પંદર લાખનો ચેક રીટર્ન થતા 'સમય ટ્રેડિંગ કંપની' સામે કોર્ટમાં ફરિયાદ થતાં અદાલતે આરોપીને હાજર થવા સમન્સ ઇશ્યે કરેલ છે.

રાજકોટની સમય ટ્રેડિંગ કંપની જે શેર માર્કેટમાં લોકોના પૈસા રોકાણ કરાવી ઉંચા ઇન્ટરેસ્ટ અને અન્ય લોભામણી સ્ક્રીમો આપી અસંખ્ય લોકોના પૈસા રોકાણ કરાવી અને રાજકોટમાં નક્ષત્ર તથા અન્ય જગ્યાએ બ્રાંચો ખોલી ટૂંકા સમયમાં ઘણાં કસ્ટમરો મેળવી શેર માર્કેટનો રોકાણનો ધંધો કરતા અને થોડા સમય નિયમિત ઉંચું ઇન્ટરેસ્ટ આપી ઘણાં ગ્રાહકો ગુજરાત અને સૌરાષ્ટ્રમાંથી મેળવેલા અને છેલ્લે આ સમગ ટ્રેડિંગ કંપનીએ આશિષ ક્રેડિટ કો-ઓપરેટિવ સહકારી મંડળી કરી રોકાણકારોને આશિષ ક્રેડિટની એફ.ડી.ચાલુ કરેલ અને આ પહેલા રોકાણકારોને રૂ. ૧૦૦ના સ્ટેમ્પ પેપર ઉપર કરાર કરી નોટરી કરી રોકાણકારોની મૂળ રોકેલ રકમનો ચેક આપતા.જેથી માણસોએ વિશ્વાસ, ભરોસો મેળવે ત્યારબાદ છેલ્લે સાત-આઠ માસથી રોકાણકારોને કોઇ જ ઇન્ટરેસ્ટ કે તેની મૂડી પરત કરતા ન હોય જેથી રાજકોટમાં છબીલભાઇ રામજીભાઇ વાઘેલાએ સમય ટ્રેડિંગ કંપનીએ આપેલ ચેક રૂ.૧૫,૦૦,૦૦૦નો ચેક પરત ફરતા કોર્ટમાં ફરિયાદ કરતા સમય ટ્રેડિંગ કંપનીના પાર્ટનર પ્રદિપભાઇ ખોડાભાઇ દાવેરાને કોર્ટમાં હાજર થવા સમન્સ કાઢવાનો કોર્ટે હુકમ કર્યો છે. આ કામે ફરિયાદી તરફે વકીલશ્રી અનિલ એલ.ટિમાણીયા રોકાયેલા છે.

(2:42 pm IST)