Gujarati News

Gujarati News

News of Thursday, 17th September 2020

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી અને વરિષ્ઠ ભાજપ અગ્રણીઓ સાથે રાજુભાઈ ધ્રુવનું યાદગાર સંભારણું

રાજકોટઃ તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી વર્ષ ૨૦૦૨માં રાજકોટમાંથી ધારાસભાની પેટા ચૂંટણી લડયા હતા એ સમયે યોજાયેલ પત્રકાર પરિષદની તસવીરમાં વર્તમાન પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી, વર્તમાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ, કર્ણાટકના રાજયપાલ વજુભાઈ વાળા, મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને પૂર્વ કેન્દ્રીય મંત્રી, ગૌસેવા  આયોગના ચેરમેન ડો.વલ્લભભાઈ કથિરીયા સાથે રાજુભાઈ ધ્રુવ નજરે પડે છે. દેશના પ્રધાનમંત્રી બન્યા બાદ દિલ્હી ખાતે નરેન્દ્રભાઈ મોદીની સ્નેહ સભર શુભેચ્છા મુલાકાત લેવાનું ઘણીવાર બન્યું છે. આવીજ એક વિશેષ શુભેચ્છા મુલાકાત વેળાની તસવીર.

(2:40 pm IST)