Gujarati News

Gujarati News

News of Thursday, 17th September 2020

નરેન્દ્રભાઇનું અકિંચન જીવન વિશ્વ માટે દીવાદાંડીરૂપ : ભંડેરી - ભારદ્વાજ

વડાપ્રધાનના ૭૧ માં જન્મ દિવસ નિમિતે ઠેરઠેરથી વરસતી શુભેચ્છાઓ : સેવા સપ્તાહના માધ્યમથી થઇ રહેલ ઉજવણી

રાજકોટ તા. ૧૭ : વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીને આજે ૭૧ માં જન્મ દિવસની શુભેચ્છા પાઠવતા ગુજરાત મ્યુ. ફાઇનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરી અને પ્રદેશ ભાજપ અગ્રણી નીતિન ભારદ્વાજે જણાવ્યુ છે કે નરેન્દ્રભાઇનું અકિંચન જીવન સમગ્ર વિશ્વ માટે દીવાદાંડી સમાન બની રહ્યુ છે. લોકકલ્યાણકારી યોજનાઓ થકી દેશને વિકાસ યાત્રામાં અગ્રેસર કર્યો. લોકો સાથે અંગત સંપર્ક સાધીને લોકનેતા તરીકેનું બહુમાન તેઓએ મેળવેલ છે. તેઓ સ્વસ્થ આરોગ્ય અને દીર્ઘાયુ પ્રાપ્ત કરે તેવી શુભેચ્છા શ્રી ભંડેરી અને શ્રી ભારદ્વાજે પાઠવી છે.

ઐતિહાસિક સાંસ્કૃતિક વારસાને સમૃધ્ધ બનાવ્યો : મિરાણી

નરેન્દ્રભાઇ મોદીને જન્મ દિવસની શુભેચ્છા પાઠવતા શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, મહામંત્રી દેવાંગ માંકડ, જીતુ કોઠારી, કિશોર રાઠોડે જણાવ્યુ છે કે ભારતના ઐતિહાસિક અને સાંસ્કૃતિક વારસાને સમૃધ્ધ બનાવવામાં તેમનો સિંહફાળો રહ્યો છે. સાદી જીવનશૈલી અપનાવી દાખલો બેસાડયો છે. તેમના ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળમાં શરૂ થયેલ વિકાસ યાત્રાને હાલ વિજયભાઇ રૂપાણી આગળ વધારી રહ્યા છે. સૌનો સાથ સૌનો વિકાસ સૌનો વિશ્વાસ મંત્ર સાથે નરેન્દ્રભાઇએ વહીવટી પ્રક્રિયાઓમાં ખુબ મોટુ પરિવર્તન કરી દીધુ. જે સમાવેશકતા, વિક ાસલક્ષી અભિગમ અને ભ્રષ્ટાચાર મુકત શાસન તરફ દોરી જાય છે. તેમ જણાવી શ્રી મિરાણી, શ્રી માંકડ, શ્રી કોઠારી, શ્રી રાઠોડે શુભેચ્છાઓ પાઠવી છે.

બક્ષીપંચ મોરચા દ્વારા દિવ્યાંગો બાળકોને ભોજન : નિલેશ જલુ

લોકલાડીલા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના જન્મ દિવસ નિમિતે ઉજવાઇ રહેલ સેવા સપ્તાહ અંતર્ગત શહેર ભાજપ બક્ષીપંચ મોરચા દ્વારા દિવ્યાંગ બાળકોને ભોજન કરાવવાનું આયોજન કરાયુ હોવાનું મોરચાના પ્રમુખ નીલેશ જલુ, મહામંત્રી સોમભાઇ ભાલીયા, લલીત વાડોલીયાની યાદીમાં જણાવાયુ છે. કાલાવડ રોડ ખાતેના માનસીક વિકલાંગ ગૃહના દિવ્યાંગ બાળકોને ભાવતા ભોજન કરાવી મોદીજીના જન્મદિવસની સેવામય ઉજવણી કરાશે.

અનુસુચિત લોકોને યોજનાનો લાભ અપાશે : અનિલ મકવાણા

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના જન્મ દિવસ નિમિતે સેવા સપ્તાહની ઉજવણીના ભાગરૂપે અનુુસિચત જાતિના લોકોને સરકારની યોજનાઓનો લાભ મળે તે માટે માહિતી આપવા હાથ ધરાયેલ અભિયાનનું સુકાન પૂર્વ કોર્પોરેટર અનિલભાઇ મકવાણા (મો.૯૮૨૪૫ ૦૧૧૮૧) ને સોંપાયુ છે. વિવિધ નિગમ અને કોર્પોરેશનો દ્વારા મળનાર લાભો અંગે માહીતગાર કરી અનુ.જાતિના લોકોને આર્થિક પગભર બનાવવા હાથ ધરાનાર આ પ્રયાસો માટે ભાજપ અનુ.જાતિ મોરચાના પ્રભારી મહેશ રાઠોડ, પ્રમુખ ડી. બી. ખીમસુરીયા, મહામંત્રી નાનજીભાઇ પારઘી, પ્રવિણ ચૌહાણ જહેમત ઉઠાવી રહ્યા છે.

(1:28 pm IST)
  • રસ્તો ક્રોસ કરી રહેલા ઉત્તર પ્રદેશના ભાજપના ધારાસભ્ય દેવેન્દ્ર પ્રતાપ સિંહને વાહને અડફેટે લઇ લીધા : ચા પીવા ઉભા રહ્યા બાદ રસ્તો ઓળંગી રહ્યા હતા ત્યારે પુરપાટ ઝડપે જઈ રહેલા વાહને ટક્કર મારી દીધી : ગંભીર હાલતમાં લખનૌ હોસ્પિટલમાં દાખલ access_time 8:37 pm IST

  • ડ્રગ્સ રેકેટ મામલે સંસદમાં ચર્ચા બાદ આજે રાજ્યસભા જયા બચ્ચને કહ્યું કે, હું રવિ કિશનની વાત સાથે સહેમત, યુવાનોને ડ્રગ્સની લતથી બચાવવાની જરૂર: પરંતુ સમગ્ર બોલીવુડને દોષ આપવો ખોટો છે access_time 1:04 am IST

  • અમિતભાઈ સ્વસ્થ: એઈમ્સમાંથી : રજા આપવામાં આવી : ગૃહ મંત્રી અમિતભાઈ શાહને નવી દિલ્હી ખાતે એઈમ્સ હોસ્પિટલમાંથી આજે રજા આપવામાં આવી છે. તેમને રૂટીન ચેક-અપ માટે 13 સપ્ટેમ્બરે એઇમ્સમાં ફરી દાખલ કરવામાં આવ્યા હતા. access_time 7:30 pm IST