Gujarati News

Gujarati News

News of Tuesday, 17th September 2019

તંત્ર વાહકોને નીચા જોણુઃ કોંગ્રેસના કાર્યકરોએ રસ્તાના ખાડા બુર્યા

દરેક વોર્ડમાં રસ્તાના ખાડા બુરવા કોંગી - કાર્યકરો - આગેવાનો - કોર્પોરેટરો કામે લાગ્યાઃ પેવીંગ બ્લોક નાંખી રસ્તાનું સમારકામ કરી શાશકો સામે સકારાત્મક વિરોધનો નવતર પ્રયોગ અપનાવતાં શહેર કોંગ્રેસ પ્રમુખ અશોક ડાંગર

રાજકોટઃ શહેરના રાજમાર્ગો ઉપર પડેલા મોટા ગાબડા પૂરવામાં તંત્ર અસમર્થ રહ્યાના આક્ષેપો સાથે શહેર કોંગ્રેસ દ્વારા જબ્બરૂ આંદોલન ચલાવાઇ રહ્યુ છે જે અંતર્ગત આજે સવારે શહેર કોંગ્રેસના કાર્યકરો-કોર્પોરેટરો અને આગેવાનોએ દરેક વોર્ડમાં જઇ અને રોડ પર પડેલા ખાડા બુરવા માટે નાગરિકોને સાથે રાખી પેવીંગ બ્લોકથી રસ્તાના ખાડાઓ જાતે રીપેર કરવાનો અનોખો સકારાત્મક કાર્યક્રમ આપ્યો હતો તે વખતની તસ્વીરો. (તસ્વીરઃ અશોક બગથરીયા)

રાજકોટ તા.૧૭: શહેરના રસ્તાઓપર પડેલા ખાડાના સમારકામ ઉગ્ર માંગ સાથે શહેર કોંગ્રેસ દ્વારા શાશકો અને તંત્ર વાહકો સામે આંદોલન ચલાવાઇ રહ્યુ છે જે અંતર્ગત આજે તમામ વોર્ડમાં કોંગ્રેસના આગેવાનો-કોર્પોરેટરો અને કાર્યકરોએ રસ્તાના ખાડાઓમાં પેવીંગ બ્લોક નાંખી જાતેજ રસ્તાઓનુ સમારકામ કરી સકારાત્મક વિરોધ દર્શાવવાનો નવતર કાર્યક્રમ આપ્યો હતો.

આ અંગે રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિની અખબારી યાદી જણાવે છે કે હાલ સમગ્ર રાજકોટ શહેરમાં સારો વરસાદ પડ્યો છે ત્યારે રાજકોટ મહાનગરપાલિકાના તંત્ર દ્વારા પ્રિમોન્સૂન કામગીરી કરવામાં આવેલ નથી તેમજ આફ્ટર મોન્સુન કામગીરી પણ માત્ર કાગળ ઉપર જ કરવામાં આવેલ છે ત્યારે રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા આજરોજ એક અનોખો કાર્યક્રમ પ્રમુખ અશોકભાઈ ડાંગરની આગેવાનીમાં આપવામાં આવ્યો છે  રાજકોટની જનતા પોતાના પરસેવાની કમાણીમાંથી મનપામાં વેરા ભરતા હોય અને રોડ ટેક્ષ પણ ભરે છ આંકડાનો પગાર ખાતા ઈજનેરો અને એસી ચેમ્બરમાં બેસતા અફસરોએ આ બાબતની તસ્દી લેતા નથી અને પ્રજા ખાડાના સામ્રાજયમાં હેરાન પરેશાન થઇ રહી છે ત્યારે બીજી તરફ ભાજપના શાસકો માત્ર ને માત્ર ગુલબાંગો ફેકી અને પ્રજાને ભરમાવી રહ્યા છે અને લોકોની કમ્મર તોડી નાખે તેવા ટ્રાફિક નિયમો દ્યડ્યા છે ત્યારે શહેરની જનતાને પહેલા સારા રોડ રસ્તા, સુ વ્યવસ્થિત ટ્રાફિક આયોજનની ખાસ જરૂરીયાત છે  પ્રજા ત્રાહિમામ પોકારી ગઈ છે અને તંત્ર થી પ્રજા નારાજ થઇ છે ત્યારે કોંગ્રેસ લોકોની વહારે આવીને તંત્રની રાહ જોયા વગર જાતેજ પેવિંગ બ્લોક નાંખી ખાડા બુરયાનો સકારાત્મક કાર્યક્રમ આપ્યો હતો.

રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ અશોકભાઈ ડાંગર, મહેશભાઈ રાજપૂત, ડો.હેમાંગભાઈ વસાવડા, જશવંતસિંહ ભટ્ટી, પ્રદીપભાઈ ત્રિવેદી, દિનેશભાઈ મકવાણા ,ધરમભાઇ કામલીયા , મુકેશભાઈ ચાવડા , રહીમભાઈ સોરા , મયુરસિંહ જાડેજા ,સુરેશભાઈ બથવાર ,દિનેશભાઈ ચોવટિયા , વિરોધપક્ષના નેતા વશરામભાઈ સાગઠીયા  કોર્પોરેટરો  વલ્લભભાઈ પરસાણા,નીલેશભાઈ મારું ,જેન્તીભાઈ બુટાણી ,દ્યનશ્યામસિંહ જાડેજા ,હારૂનભાઈ ડાકોરા,રસીલાબેન ગરેયા,જાગૃતિબેન ડાંગર ,વિજયભાઈ વાંક ,સંજયભાઈ અજુડીયા ,પરેશભાઈ હરસોડા , સીમ્મીબેન જાદવ, રેખાબેન ગજેરા.  અને કોંગ્રેસ આગેવાનો

ભરતભાઈ મકવાણા, મોહનભાઈ સોજીત્રા , મેદ્યજીભાઈ રાઠોડ ,  પ્રવીણભાઈ સોરાણી , ભાવેશભાઈ ખાચરિયા ,  રોહિતસિંહ રાજપૂત ,  રાજેશભાઈ આમરણયા  આશિષસિંહ વાઢેર  જીગ્નેશભાઈ વાગડિયા ,  રમેશભાઈ જુન્જા ,  કૃષ્ણદત્ત્। રાવલ

કિશોરભાઈ દુબરીયા

રાજેશભાઈ કાપડિયા   કેતનભાઈ તાળા જગદીશભાઈ સખીયા  માણસુરભાઈ વાળા  વાસુરભાઈ ભંભાણી  નારણભાઈ હિરપરા  દીપકભાઈ દ્યવા તેમજ

મહિલા કોંગ્રેસ દિપ્તીબેન સોલંકી સરોજબેન રાઠોડ રીટાબેન વદેચા હિરલબેન રાઠોડ આગેવાનો કાર્યકરો નાગજીભાઈ વિરાણી ઠાકરશીભાઈ ગજેરા અનિલભાઈ જાદવ કનકસિંહ જાડેજા નીલેશભાઈ ભાલોડી ઇબ્રાહિમ સોરા ,  શૈલેશભાઈ જાદવ  , ભાર્ગવભાઈ પઢીયાર મનોજભાઈ ગઢવી લાલાભાઈ હુંબલ મહેન્દ્રસિંહ જાડેજા રાજેશભાઈ બદરકિયા ભાવેશભાઈ પટેલ રમેશભાઈ તલાટીયા  નીલેશભાઈ ગોહેલ  વ્યાસભાઈ બીજલભાઈ ચાવડીયા

અજયભાઈ ગોહેલ પરેશભાઈ વોરા અરવિંદભાઈ મુછડીયા  નરેશભાઈ પરમાર પ્રકાશભાઈ રાખોલીયા રાજુભાઈ સાગઠીયા  હીરાભાઈ ચાવડા પ્રવીણભાઈ મુછડીયા  નરેશભાઈ ગઢવી સંજયભાઈ ખુંટહરેશભાઈ સોરઠીયા ,  નીરવભાઈ કિયાડા, રવિ ગઢવી, નિખીલ બાવળા, મેદ્યરાજભાઈ ગઢવી,ડેનીસભાઈ બોરીચા, અભયભાઈ ગઢવી, હાજીભાઇ ઓડિયા, પ્રકાશભાઈ વેજપરા, બાબુભાઈ પટેલ, રતીબાપા, જીતુભાઈ નશીત, રવિભાઈ ગોહિલ, ભાવિનભાઈ મારું, મુકેશભાઈ માલવી, ભીખાભાઈ ગોન્દાલીયા, કિશોરભાઈ વાગડિયા, વિપુલભાઈ તારપરા, જગદીશભાઈ, નાગજીભાઈ વિરાણી, વી ડી પટેલ, ચંદુભાઈ ટીલાળા, ચંદ્રસિંહ પરમાર, રાજુભાઈ સહીત સેંકડો કાર્યકરો ત્થા આગેવાનો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.અને શહેરમાં વોર્ડ વાઈઝ ખાડાઓમાં પેવિંગ બ્લોક ફીટ કરવામાં આવ્યા હતા.તેવું કોંગ્રેસ કાર્યાલય મંત્રી વિરલ ભટ્ટની અખબારી યાદી જણાવે છે.

(4:12 pm IST)