Gujarati News

Gujarati News

News of Tuesday, 17th September 2019

શહેરમાં હેલ્મેટ નહિં-બાળક સાથે ત્રણ સવારીનો નિયમ રદ કરોઃ કોંગ્રેસની લડતમાં સહયોગ આપોઃ ધરણામાં ઉમટી પડો

રાજકોટ તા. ૧૭: શહેરમાં લાગુ થયેલ અવ્યવહારૂ અને અમાનવિય ટ્રાફિક નિયમો-દંડ વિરૂધ્ધ કોંગ્રેસ દ્વારા કાલથી ધરણા શરૂ થઇ રહ્યા છે. જેમાં સરકાર સમક્ષ જે માંગો ઉઠાવાઇ છે તે આ મુજબ છે.

૧. શહેરની અંદર હેલ્મેટનો કાયદો લાગુ ના પડવો જોઇએ.

ર. ત્રણ સવારીની અંદર નાનું બાળક હોય તે વાહન સામે દંડ વસુલવામાં નહિં આવે તેવી જાહેરાત કરે.

૩. ગુજરાત સરકાર પાસે અમે માંગણી કરીએ છીએ કે તલંગાણામાં જે રીતે આ કાયદાનો અમલ નથી કર્યો તેવી જ રીતે ગુજરાતમાં પણ આ કાયદાનો અમલ કરવાનું બંધ કરે તેમજ દંડની જે જૂની જોગવાઇઓ હતી તે પ્રમાણે જ ગુજરાત સરકાર જુના દંડનો ફરીથી અમલ કરે તેવી અમારી માંગણી છે.

૪. રાજકોટ પોલીસ કમિશ્નર સ્પષ્ટતા કરે કે પીયુસી માંગવાનો અધિકાર રાજકોટ પોલીસને છે કે નહીં? જો હોય તો તેની સ્પષ્ટતા કરે અને કયાં કાયદા હેઠળ તેઓ તપાસ કરી શકે?

આથી રાજકોટની જાહેર જનતાને સૌ રાજકોટ રાજકોટ શહેર કોંગ્રેસનાં આગેવાનોએ કહ્યું છે કે, આવો આપણે સૌ એક થઇ આ કાળા કાયદાની અમલવારી સામે લડીએ આપ સૌને અમો જાહેર આમંત્રણ પાઠવીએ છીએ કે તા. ૧૮/૯/ર૦૧૯ બુધવારે સવારે ૧૦:૦૦ કલાકે શરૂ થતા પ્રતિક ઉપવાસમાં આપ સૌ જોડાવ અને આરટીઓ ટ્રાફિકના નવા કાયદાનો વિરોધ આપણે સૌ સાથે મળીને કરીએ તેવી કોંગ્રેસ સમિતિના આગેવાનોએ જાહેર જનતા જોગ સહકાર માટે અપીલ કરેલ છે.

(3:51 pm IST)