Gujarati News

Gujarati News

News of Tuesday, 17th September 2019

રાજકોટની હદમાં હેલ્મેટ પહેરવાનો કાયદો રદ્દ કરાવો કલેકટરને રજુઆત

રાજકોટ તા. ૧૭ : શહેરના લવજી ફળદુએ કલેકટરને પત્ર પાઠવી નગરપાલીકા મહાનગરપાલિકાઆની હદમાં આવતા રોડ રસ્તાઓ ઉપર હેલ્મેટ પહેરવાનો તથા ત્રીપલ સવારીમાં નાના બાળકોને બેસાડવાનો કાયદો રદ કરાવી આપવા માંગણી કરી હતી.

પત્રમાં જણાવેલ કે કાયદા કાનુની કલમોમાંથી નગરપાલિકા મહાનગર પાલીકાની હદમાં આવતા રોડ રસ્તા ઉપર હેલ્મેટ પહેરવાનો કાયદો તથા ત્રીપલ સવારીમાં નાના બાળકોને સ્કુલે મુકવા તેડવા જવા માટે કે કોઇપણ સમયે નાના બાળકોની બિમારી સારવાર ઇલાજ માટે હોસ્પીટલ જવા આવવા માટે અથવા સગાસંબંધીઓના ઘરે જવા આવવા માટેના કાયદાઓની કલમની અંદર ન્યાય દયાપાત્રની જોગવાઇ કરાવીને નગરપાલિકા મહાનગરપાલિકાના રોડ રસ્તાઓ ઉપર હેલ્મેટ પહેરવાનો ફરજીયાત કાયદો રદ કરાવી આપો તેવી માંગણી છે.

(3:50 pm IST)