Gujarati News

Gujarati News

News of Tuesday, 17th September 2019

રાજકુમાર કોલેજની ચુંટણી સંબંધે થયેલ કાર્યવાહી સંબંધે ચુંટણી સ્થગીત કરવા જો.ચેરીટી કમિ.નો હુકમ

રાજકોટ, તા., ૧૭: રાજકુમાર કોલેજની ચુંટણી સંબંધે જે કાર્યવાહી થઇ રહેલ હતી તે સંબંધે ચુંટણી સ્થગીત કરવાનો આદેશ જોઇન્ટ ચેરીટી કમિશ્નરની રાવલે હુકમ કર્યો હતો.

રાજકુમાર કોલેજ ટ્રસ્ટના પ્રમુખશ્રી મહિપાલસિંહ વાળા ઓફ જેતપુરનાઓએ તે સંબંધે ફેરફાર રીપોર્ટ નં. ૧ર૭/૨૦૧૯ રાજકોટના આસી. ચેરીટી કમિશ્નર સમક્ષ દાખલ કરેલ અને જે ફેરફાર રીપોર્ટ આસી. ચેરીટી કમિશ્નર ડીફેકટો ટ્રસ્ટી તરીકે જાહેર કરી નામંજુર કરેલ અને પ્રમુખશ્રીને સત્વરે ચુંટણી કરવાનો આદેશ ફરમાવેલ જે હુકમની લીગાલીટી અને વેલીડીટી રાજકુમાર કોલેજ ટ્રસ્ટના ટ્રસ્ટીઓએ મેજોરીટી નિર્ણય લઇ જોઇન્ટ ચેરીટી કમિશ્નર સમક્ષ અપીલ કરવાનો નિર્ણય લીધેલ જે અન્વયે રાજકોટના જોઇન્ટ ચેરીટી કમિશ્નર શ્રી સમક્ષ બોમ્બે પબ્લીક ટ્રસ્ટ એકટની કલમ-૭૦ અન્વયે અપીલ દાખલ કરેલ અને તેમાં નીચેની કોર્ટનો હુકમ સ્થગીત કરવા માટેની વચગાળાની અરજી દાખલ કરેલ.

આમ ઉપરોકત મેટર અદાલત સમક્ષ પેન્ડીંગ હોય તથા આસી. ચેરીટી કમિશ્નર  દ્વારા જે હુકમ કરાયેલ તે હુકમનું મનઘડત પોતાની રીતે અર્થઘટન કરી ચૈતન્યદેવસિંહજી વઢવાણે બંધારણમાં જોગવાઇ ન હોય તે મુજબ અમુક રજવાડાઓની પોતાની રીતે સંમતી મેળવીને ચુંટણી સંબંધેનું જાહેરનામું પોતે એકલા પોતાની રીતે બહાર પાડી પોતાની રીતે કમીટીની નિમણુંક કરી આપેલ અને ચુંટણી અંગેનો એજન્ડા તા.પ-૯-ર૦૧૯ના પ્રસિધ્ધ કરેલ-કરાવેલ જેથી સદરહુ મેટર બોર્ડ ઉપર લઇ રાજકુમાર કોલેજ ટ્રસ્ટના પ્રમુખશ્રી દ્વારા એવી વિનંતી કરવામાં આવેલ કે જે મેટર આપ કોર્ટ સમક્ષ પેન્ડીંગ છે. તેમજ આસી. ચેરીટી કમિશ્નરને જોઇન્ટ ચેરીટી કમિશ્નરના પાવર્સ વાપરવાની કોઇ સતા ન હોય એટલે કે કલમ-રર હેઠળના ચેઇન્જ રીપોર્ટમાં ચુંટણી કરવા સંબંધેના આદેશ ફરમાવવા માટેની કોઇ સતા ન હોય આમ છતા હકુમત બહાર જઇ જે હુકમ કરેલ છે તે હુકમ સ્ટે કરવો જોઇએ અને ચૈતન્યદેવસિંહજી વઢવાણ દ્વારા પોતાનાી રીતે જે કમીટી નીમી બંધારણની જોગવાઇ વિરૂધ્ધ જે કામગીરી કરી સંસ્થાના હિત વિરૂધ્ધ કાર્યવાહી કરી રહેલ છે જે તેમાં તેઓને રોકવા જોઇએ. કારણ કે જે હુકમ જોઇન્ટ ચેરીટી કમિશ્નર દ્વારા નં. ૪૧/૧૫/૧૮માં કરવામાં આવેલ છે તે હુકમ ગુજરાત હાઇકોર્ટ સમક્ષ પેન્ડીંગ હોય તેવા સંજોગોમાં પક્ષકારો વચ્ચે જે રીયલ કોન્ટ્રાવર્સી ઉત્પન્ન થયેલ છે તેમાં ફર્ધર મલ્ટીપ્લીસીટી ઓફ પ્રોસીડીંગ્સ ન થાય તેવા આશયથી જે હુકમ નામદાર નીચેની કોર્ટે કરેલ છે તથા તે હુકમનું ચૈતન્યદેવસિંહજી વઢવાણ પોતાની રીતે મનઘડત અર્થઘટન કરી બંધારણની જોગવાઇ વિરૂધ્ધ પોતાની રીતે પોતે ચુંટણીની કાર્યવાહી કરી રહેલ હોય, પોતાની રીતે ચુંટણીનો એજન્ડા બહાર પાડેલ હોય તેવા સંજોગોમાં નીચેની કોર્ટનો હુકમ સ્ટે કરવા તથા જે ગેરકાયદેસર રીતે ચુંટણી થઇ રહેલ છે તે ત્વરીત રોકવા આદેશ ફરમાવા અદાલતને વિનંતી કરેલ.

રાજકુમાર કોલેજ ટ્રસ્ટ વતી એડવોકેટ સર્વશ્રી એમ.આઇ.મરચન્ટ તથા પરેશ મારૂ દ્વારા અદાલતને વિનંતી કરી સત્ય હકીકત તરફ તથા બંધારણની જોગવાઇ મુજબ તેમજ બોમ્બે પબ્લીક ટ્રસ્ટ એકટની કલમ-રર અન્વયે જે સતા આસી. ચેરીટી કમિશ્નરને ન હોય તે સતાનો ઉપયોગ કરેલ હોય. જયારે જોઇન્ટ ચેરીટી કમિશ્નર દ્વારા કલમ-૪૧ (અ) અન્વયે જે હુકમ થયેલ તે હુકમ સંબંધેની લીગાલીટી ગુજરાત હાઇકોર્ટની ડીવીઝન બેંચ સમક્ષ પેન્ડીંગ હોવા છતા તથા તે હકીકતની જાણ આસી. ચેરીટી કમિશ્નરને હોવા છતાં ચુંટણીનો આદેશ પ્રમુખશ્રીને કરેલ હોય અને તે હુકમનું ચૈતન્યદેવસિંહજી વઢવાણે મનઘડત અર્થઘટન કરીને ચુંટણીનો એજન્ડા બહાર પાડેલ હોય જેથી તેને ત્વરીત રોકવા માટે વિનંતી કરેલ.

આ હુકમ સ્ટે કરવા માટેની અરજી ચૈતન્યદેવસિંહજી ઓફ વઢવાણ દ્વારા આપવામાં આવેલ પરંતુ એપેલન્ટના એડવોકેટ દ્વારા વાંધો તકરાર લેવામાં આવેલ કે જયારે અદાલતે બન્ને પક્ષકારોને સાંભળીને જે હુકમ કરેલ છે ત્યારે નીચેની કોર્ટનો હુકમ હકુમત બહારનો હુકમ હોય તથા રીસ્પોડન્ટ પોતાની રીતે નામદારનીચેની કોર્ટના હુકમનું મનઘડત અર્થઘટન કરી ગેરકાયદેસર રીતે ચુંટણીની કાર્યવાહી કરે તો પક્ષકારો વચ્ચે વધુ મલ્ટીપ્લીસીટી ઓફ પ્રોસીડીંગ્સ થાય તેમ હોય તેવા સંજોગોમાં ચૈતન્યદેવસિંહજી ઓફ વઢવાણ દ્વારા જે હુકમ સ્ટે કરવાની અરજી આપવામાં આવેલ છે તે રદ કરવી જોઇએ. આમ રેકર્ડ પરની તમામ હકીકત અદાલતે ધ્યાને લઇ ચૈતન્યદેવસિંહજી ઓફ વઢવાણની આંક-પ તથા આંક-૧૦ અન્વયે જે હુકમ કરેલ તે હુકમ સ્ટે કરવાની અરજી પણ રદ કરેલ છે.

રાજકુમાર કોલેજ ટ્રસ્ટના પ્રમુખશ્રી મહિપાલસિંહજી વાળા દરબાર સાહેબ ઓફ જેતપુર તરફે અમદાવાદના સીનીયર ધારાશાસ્ત્રી એમ.આઇ. મરચન્ટ તથા રાજકોટના એડવોકેટ પરેશ મારૂ આ કાનુની કાર્યવાહીમાં રોકાયેલ હતા.

(3:49 pm IST)