Gujarati News

Gujarati News

News of Tuesday, 17th September 2019

કાલે હેલ્મેટના વિરોધમાં મીટીંગઃ નવી રણનીતી ઘડાશેઃ શહેરીજનોને આમંત્રણ

ઇન્દ્રનીલ રાજયગુરૂ અને કાનાભાઇ આહિર માર્ગદર્શન આપશે

રાજકોટઃ તા.૧૭,  ટ્રાફિક દંડ નિયમન અને સિટીમાં હેલ્મેટ વિરોધી લડત સમિતિની તાકીદની મીટિંગ  આવતીકાલે તા. ૧૮ ને બુધવારના સાંજે પ વાગ્યે કોસ્મો કોમ્પ્લેકસ મહિલા કોલેજ ચોકની બાજુમાં ક્રિષ્ના રોઝ ગાર્ડન નર્સરી ખાતે રાખવામાં આવેલ છે,જેમાં શહેરવિસ્તારમાં હેલ્મેટનો , વિરોધ કરવા માટેના કાર્યક્રમોની રૂપરેખા ઘડી કાઢવામાં આવશે.

 ઉપરોકત મિટિંગમાં ઇન્દ્રનીલ રાજયગુરુ તેમજ પીઢ અગ્રણી કાનાભાઈ આહીર લડત સમિતિ ને માર્ગદર્શન આપશે. મિટિંગમાં રાજકોટના જાગૃત નાગરિકો અને લડત સમિતીમાં જોડાવા ઇચ્છુક આગેવાનોને ઉપસ્થિત રહેવા રાજભા ઝાલાએ   યાદીમાં જણાવાયું છે.

(3:48 pm IST)