Gujarati News

Gujarati News

News of Tuesday, 17th September 2019

કણસાગરા કોલેજની બહેનો ખેલ મહાકુંભ વોલીબોલ સ્પર્ધામાં ડીસ્ટ્રીકટ લેવલે પ્રથમ

રાજકોટઃ. ખેલ મહાકુંભ ૨૦૧૯નું આયોજન બાલભવન ખાતે થયેલુ જેમાં વોલીબોલની ઝોન લેવલ ટૂર્નામેન્ટ ડીસ્ટ્રીકટ લેવલની સ્પર્ધાનું આયોજન થયેલું. જેમાં રાજકોટની અનેક ટીમોએ ભાગ લીધેલો. કણસાગરા કોલેજની બહેનોની ટીમ પ્રથમ સ્થાન મેળવ્યુ છે. વોલીબોલ ટીમના ખેલાડીઓને સંસ્થાના પ્રિન્સીપાલ ડો. રાજેશ કાલરીયા, સ્પોટર્સ કો-ઓર્ડીનેટર ડો. આર.ડી. સેંજલીયા તથા કોલેજ પરિવારે અભિનંદન પાઠવ્યા છે.

(3:47 pm IST)