Gujarati News

Gujarati News

News of Tuesday, 17th September 2019

'વર્લ્ડ પેશન્ટ સેફટી ડે' અંતર્ગત સિવિલ હોસ્પિટલમાં સેમિનાર

રાજકોટઃ આજે વર્લ્ડ પેશન્ટ સેફટી ડે નિમીતે સિવિલ હોસ્પિટલના ઓપીડી વિભાગમાં ખાસ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. મેડિકલ કોલેજના ડીન ડો. ગોૈરવી ધ્રુવ, તબિબી અધિક્ષક ડો. મનિષ મહેતા, આરએમઓ ડો. ઉપાધ્યાય, તમામ તબિબો, નર્સિંગ વિભાગના હેડ જાખરીયા, નર્સિંગ સ્ટાફ હાજર રહ્યો હતો. તેમજ કેટલાક દર્દીઓ પણ જોડાયા હતાં. દર્દીઓની સારસંભાળ, સારવાર વિશે સ્ટાફને સમજ આપવામાં આવી હતી. તેમજ દર્દીઓને પણ ડોકટર-નર્સિંગ સ્ટાફ દ્વારા સમજાવવામાં આવે તે રીતે નિયમીત દવા લેવા સહિતની બાબતો વિશે સમજ અપાઇ હતી.

(3:47 pm IST)