Gujarati News

Gujarati News

News of Tuesday, 17th September 2019

સહિયર કલબના શાનદાર રાસોત્સવની તૈયારીનો ધમધમાટ

ચુનંદા ગાયકો - સંગીતકારો સંગ રેસકોર્ષ મેદાનમાં આયોજન * સુરેન્દ્રસિંહ વાળાના નેતૃત્વમાં તૈયારી

રાજકોટ, તા. ૧૭ : સહિયર કલબ દ્વારા આ વર્ષ પણ શાનદાર રાસોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યુ છે.

રાજકોટમાં નવરાત્રીના આગમનની ચાતક નરે આખુ વર્ષ પ્રતિક્ષા કરતા ખેલૈયાઓમાં નોરતાનો થનગનાટ પ્રવર્તી રહ્યો છે. શ્રેષ્ઠતમ આયોજનોમાં રાજકોટ સૌરાષ્ટ્રમાં હંમેશા મોખરે રહ્યુ છે. સતત સફળતા મેળવી શકનાર અને હંમેશા શ્રેષ્ઠથી વધુ અને વચનથી વધુ આપનાર 'સહિયર રાસોત્સવ' લોકહૈયે સર્વોચ્ચ સ્થાન પ્રાપ્ત કર્યુ છે. ૧૮ વર્ષની સફળતા બાદ ૨૦૧૯ના વર્ષની નવરાત્રીને શ્રેષ્ઠ રીતે ઉજવી સહિયર રાસોત્સવ ખેલૈયાઓના શિખર પર બિરાજીત કરવા થનગની રહ્યુ છે.

શ્રેષ્ઠ બનવા માટે સતત પ્રયત્નશીલ રહેવામાં માનતા સહિયર કલબના ચેરમેન અને રાજકોટ શહેર ભાજપના મંત્રી સુરેન્દ્રસિંહ વાળા, વાઈસ પ્રેસીડેન્ટ ચંદુભા પરમાર, યશપાલસિંહ જાડેજા, સેક્રેટરી કૃષ્ણસિંહ જાડેજા, ઈવેન્ટ પ્લાન ક્રિષ્નપાલસિંહ વાળા, રાજેન્દ્રસિંહ ચુડાસમા  તથા આયોજકો સર્વશ્રી વિજયસિંહ વાળા, જયદીપભાઈ રેણુકા, સમ્રાટ ઉદેશી પ્રકાશભાઈ કણસાગરા, જતીન આડેસરા, હિરેન ચંદારાણા, બંકીમભાઈ મહેતા, ડી.એન. પટેલ, રાજવીરસિંહ ઝાલા, મિથુનભાઈ સોની, પરેશભાઈ પાટડીયા, નિલેશભાઈ ચિત્રોડા, રાહુલસિંહ ઝાલા, જગાભાઈ પટેલ, પંકજભાઈ ફીચડીયા, ભરતભાઈ ઢોલરીયા, ધૈર્ય પારેખ, સુશીલભાઈ ફીચડીયા, કર્ણભાઈ, દિપકસિંહ જાડેજા, અહેમદભાઈ મનસુખભાઈ ડોડીયા, દિવ્યરાજસિંહ જાડેજા, શૈલેષભાઈ ખખ્ખર, શૈલેષભાઈ પંડ્યા, મિલનભાઈ ગોહેલ, સુનિલ પટેલ ખભે ખભા મિલાવી આયોજનો માટે તૈયારીનો ધમધમાટ કરી રહ્યા છે.

રેસકોર્ષ ગ્રાઉન્ડ પર વિશાળ પટાંગણમાં જાજરમાન સેટ અપની ડિઝાઈન તૈયાર કરી રહી છે. અદ્યતન વોર્મ વાઈટ લાઈટીંગ સાથે એલોઈક ટ્રસ અને ડિઝીટલ લાઈટીંગ સાથે ગ્રાઉન્ડ ઝળહળી ઉઠશે. સહિયર કલબની સૌથી મહત્વની વિશેષતા સ્વરૂપે સજ્જડ સુરક્ષા વ્યવસ્થા માટે પણ સંપૂર્ણ ધ્યાન કેન્દ્રીત કરવામાં આવ્યુ છે.

ખેલૈયાઓની સુવિધા માટે ગ્રાઉન્ડ ફલોરીંગ તથા પ્રેક્ષકો માટે વિશાળ પાર્કીંગ અને સ્ટેડિયમ રોર સીટીંગની સુવિધા માત્ર સહિયરમાં જોવા મળે છે.

હેલ્ધી ફૂડ ઝોન તથા વીઆઈપી સીટીંગ એરેન્જમેન્ટ સહિત સુવિધા સહિયર કલબમાં ઉપલબ્ધ કરવાની તૈયારીનો ધમધમાટ શરૂ થઈ ચૂકયો છે. ખેલૈયાઓ પોતાના સીઝન પાસ વહેલી તકે મેળવી લે તેવો સહિયર કલબ દ્વારા અનુરોધ કરાયો છે.

સહિયર કાર્યાલય - ઓફીસ ૩૧૨, સિલ્વર ચેમ્બર, મો.૮૯૮૦૦ ૨૧૩૨૧. www.sahiyarclub.com ,ર ઓનલાઈન સીઝન પાસ બુક કરાવી શકાય છે.

(3:44 pm IST)