Gujarati News

Gujarati News

News of Tuesday, 17th September 2019

નરેન્દ્રભાઈના જન્મદિને જાગનાથ મંદિરમાં સામુહિક નર્મદાષ્ટકમ ગાન

રાજકોટઃ. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિન અનુસંધાને સેવા સપ્તાહ અંતર્ગત અહીંના જાગનાથ મંદિર ખાતે વિદુષિમહંત અરૃંધતીદાસજીની નિશ્રામાં કમલેશ જોશીપુરા અને ટીમે 'નર્મદા જળકળશપૂજન', 'સામુહિક નર્મદાષ્ટકમ ગાન' અને 'પર્યાવરણ રક્ષા-સ્વચ્છતા અને નાગરીક ફરજો' સંદર્ભે શપથનો મંગલમય કાર્યક્રમ યોજી અને શ્રી નરેન્દ્રભાઈ મોદીને શુભકામનાઓ પાઠવી હતી. આ પ્રસંગે ભાજપના મહામંત્રી દેવાંગ માંકડ, વરિષ્ઠ કોર્પોરેટર અને અગ્રણી કશ્યપ શુકલ, પ્રથમ મહિલા મેયર શ્રીમતી ભાવના જોશીપુરા, સ્વર્ણીમ ગુજરાત સ્પોર્ટસ યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ ડો. જતીન સોની, ગુજરાત ટ્રાન્સપોર્ટ એસોસીએશનના સમાહર્તા માવજીભાઈ ડોડીયા, જાણીતા ઉદ્યોગપતિ અને અગ્રણી નિકાસકાર સુહંત મહેતા, કેએસપીસીના માનદમંત્રી મનહર મજીઠીયા, સરકારી હોસ્પીટલના સુપ્રિટેન્ડેન્ટ મનીષ મહેતા, વકિલ પ્રશાંત જોશી, જયેશ જાની, રાજ્ય ઈન્ડીયન લાયન અગ્રણી ડો. જ્યોતિ હાથી, ગુજરાત સરકાર યોગ બોર્ડના સભ્ય યોગાચાર્ય પ્રકાશજી ટીપરે સહિત ૨૦૦થી વધુ અગ્રણીઓએ હાજરી આપી હતી. મહંત અરૃંધતીદાસે, શ્રી મોદીજીને જાગનાથ મહાદેવની નિશ્રામાં આશિર્વચન પાઠવતા જણાવ્યું હતું શ્રી મોદીજી 'સનાતન સંસ્કૃતિના મૂલ્યો', 'રાષ્ટ્રીય સ્વાભિમાન' અને રાષ્ટ્રીય ઉતરદાયિત્વ' એમ ત્રિવિધ મંત્ર સાથે કાર્યરત છે, પ્રજા કલ્યાણ માટે રાત દિવસ એક કરે છે. આતતાયી રાષ્ટ્રવિરોધીઓને નશ્યત પહોંચાડે છે આવા નિર્ભય, નિસ્વાર્થ અને નિષ્કામભાવે કામ કરનારને અમારા આશિર્વાદ છે. આ પ્રસંગે પૂર્વ જીલ્લા સરકારી વકિલ ગીરીશચંદ્ર ભટ્ટ, રેલ્વે યુનિયન અગ્રણી શ્રી મહેશ છાયા, રાજેશ મહેતા, વિદ્યુત કર્મચારી અગ્રણી જીતુ ત્રિવેદી, સિલ્ચર (આસામ)ના વિદૂષિ પ્રો. શુભદ્દા પાંડે, રાષ્ટ્રીય નાગર પરિષદના મહામંત્રી ઓજશ માંકડ, વોર્ડ પ્રમુખ કિરીટ ગોહેલ, ખેતીવાડી ઉત્પન્ન બજાર ડાયરેકટર નરેન્દ્ર પોપટ, પ્રિન્સીપાલ સહદેવસિંહ ઝાલા (ગોંડલ) તથા પ્રિ. યોગેશ ચુડાસમા (વાંકાનેર) સોની સમાજના અગ્રણી પિયુષભાઈ શાહ, અધ્યાપક અગ્રણી આનંદ ચૌહાણ, ગુરૂસીંઘ સભા રાજકોટના સેવાદાર ભાગસીંઘ, બ્રહ્મસમાજના સંપર્ક પ્રમુખ નલીન જોશી, વિનુ વ્યાસ, જેતપુર સરકારી વકીલ કેતનભાઈ પંડયા, રાજ્ય સિંચાઈ કર્મચારી મહામંડળ માર્ગદર્શક મંડળના પ્રમુખ ગૌતમ બુલ ચંદાણી, ઉમિયા યુવક મંડળના લલીત હુડકા, એમ.પી.એડ્. ભવન અધ્યક્ષ વિક્રમ વંકાણી, ગઢવી સમાજના પ્રમુખ આનંદ ગઢવી, અધ્યાપક અગ્રણી, સંજય તેરૈયા, સંજય પંડયા, લોધા સમાજના અગ્રણી ઉમેદસીંગ જરીયા, રીજીયોનલ ટ્રેઈનીંગ સેન્ટરના ડો. દિનેશ ચૌહાણ, જીલ્લા પંચાયત આરોગ્ય વિભાગના ડો. રીટા ચૌહાણ વગેરે ઉપસ્થિત રહેલ. સમગ્ર કાર્યક્રમનું સંચાલન કશ્યપ શુકલે કરેલ.

(3:37 pm IST)