Gujarati News

Gujarati News

News of Tuesday, 17th September 2019

આત્મન યુવા ગ્રુપ બુક પ્રમોશન

ચાલો બૌધ્ધ વિરાસતને ધબકતી કરીએ કાર્યક્રમ અંતર્ગત જુનાગઢના કવિ નિલેશ કાથડના પુસ્તક 'સૌરાષ્ટ્ર કચ્છની બૌધ્ધ ગુફાઓ' નું પ્રમોશન તાજેતરમાં રાજકોટ ખાતે કરાયુ હતુ. જેમાં વેરાવળના લેખક બૌધાચાર્ય સામતભાઇ, આર્કીયોલોજીસ્ટ ડો. કેતન ભણસાલી, ભંતે પ્રજ્ઞારત્ન, ધમ્મચારી મંજુરત્ન, ત્રિરત્ન બૌધ્ધ સંઘ, નાગસેન નાગવંશી ધ બુધિસ્ટ સોસાયટી ઓફ ઇન્ડિયાના બાવલભાઇ ચાવડા, ડો. આંબેડકર મિત્ર મંડળ, દિલીપભાઇ સીંગરખીયા, બાજ એસો.ના નાગરાજભાઇ, સમતા સૈનિકદળ, કેવલ મહાબૌધી સુર્યસેન તથાગત, સંઘસેન બૌધ્ધ અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. આ તકે બેસ્ટ શિક્ષકોમાં સ્થાન મેળવવા બદલ વિશાલભાઇ મકવાણાને બુક આપી સન્માનીત કરાયા હતા. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા ગ્રુપના પ્રમુખ કિશોરભાઇ રાઠોડ અને સક્રીય કાર્યકરોએ જહેમત ઉઠાવી હતી.

(3:37 pm IST)