Gujarati News

Gujarati News

News of Tuesday, 17th September 2019

ચેકરિટર્ન થવાના કેસમાં આરોપીનો નિર્દોષ છુટકારો ફરમાવતી અદાલત

આઇ.સી.આઇ.સી.આઇને લોન પેટે આપેલ

રાજકોટ તા. ૧૭ : આઇ.સી.આઇ.સી.આઇ. બેન્કએ જામનગરની પેઢી મે.મધુ ઇન્ડસ્ટ્રીઝને સી. સી.લોન આપેલ આપેલ હોય જે લોન ના ચડત હપ્તા ચુકવવા માટે લોન લેનારે ચેક આપેલ હોય જે ચેક રીર્ટન થતા આઇ. સી. આઇ.સી.આઇ. બેન્ક એ કેસ કરેલ અને તે કેસમાં આરોપીને નિર્દોષ જાહેર કરતો હુકમ ફરમાવવામાં આવેલ હતો.

આ કેસની હકીકત એવી છે કે જામનગર શહેરમાં આવેલ મે. મધુ ઇન્ડસ્ટ્રીઝ નામની પેઢી આવેલ હોય જે પેઢીને પોતાનો ધંધો વિકસાવવા માટે રૂપિયાની જરૂર હોય જેથી તેમને આઇ.સી.આઇ.સી.આઇ. બેન્ક પાસેથી રૂપિયા મેળવવા માટે સી.સી.લોન ની માંગણી કરેલ જેમાં આઇ.સી.આઇ.સી.આઇ. બેન્કએ પેઢીની તમામ ડોકયુમેન્ટ તથા વેપાર અંગેનો સર્વે કરીને સી.સી.લોન મંજુર કરવામાં આવેલ અને ત્યારબાદ મે. મધુ ઇન્ડસ્ટ્રીઝ નામની પેઢી દ્વારા લોન ના ભરવાના થતા હપ્તા રેગ્યુલર ભરી શકતા ન હોય જેના કારણે તેઓના હપ્તા ચડત થયેલ હોય અને તે અંગે આઇ.સી.આઇ.સી.આઇ. બેન્કએ ચડત હપ્તાની રકમ માટે નો તેપેઢીના પ્રોપરાટઇર પાસેથી પેઢીના નામનો રકમ રૂ.૪,૧ર,૪૧૯/- પુરાનો ચેક લીધેલ.

ચેક વટાવવા માટે બેન્કમાં રજુ કરતા તે ચેક એકાઉન્ટ કલોઝના શેરા સાથે પરત ફરેલો જેથી આઇ.સી.આઇ.સી.આઇ. બેન્ક એ પેઢી અને તેના પ્રોપરાઇટર ઉપર કેસ દાખલ કરેલો. જે કસ ચલાવા ઉપર આવતા આઇ.સી.આઇ.સી.આઇ. બેન્ક દ્વારા લોનની પ્રોસેસથી લઇને લોન આપવા સુધી જે જે ડોકયુમેન્ટ કરવામાં આવેલહોય તેમાં પેઢીના પ્રોપરાઇટર શામજીભાઇ હિરજીભાઇ ચાંદ્રાની  સહી લીધેલ હોય તે તમામ ડોકયુમેન્ટ કેસમાં ફરીયાદી તથા બેન્કના અન્ય અધિકારીઓ તથા સાહેદો દ્વારા રજુ કરવામાં આવેલ પ૬-જેટલા ડોકયુમેન્ટોને આંકે પાડવામાં આવેલ અને આ કામે આરોપીઓએ પોતાનો બચાવ કરવા માટે તેમના એડવોકેટ દુર્ગેશ જી.ધનકાણીને રોકેલ હોય અનેતેમના એડવોકેટ દ્વારા આરોપીનો બચાવ કરવામાં આવેલ હોય અને કાયદાકીય કોર્ટની તમામ પ્રોસેસ પુર્ણ થયા બાદ દલીલના તબકકે બન્ને પક્ષકારોના એડવોકેટ પોત-પોતાની દલીલો અને જજમેન્ટો કોર્ટ સમક્ષ રજુ કરેલ. નામદાર કોર્ટે સંપૂર્ણ દલીલ સાંભળેલ તથા કેસમાં રજુ થયેલ તમામ ડોકયુમેન્ટોને ધ્યાનમાં લઇ આ કામના આરોપી નિર્દોષ હોય તે મુજબનો ન્યાયીક હુકમ રાજકોટના મહે.જજ સાહેબશ્રી નિતા હરેશભાઇ વસવેલીયા આરોપીની તરફેણમાં ફરમાવેલ છે.

આમ આઇ.સી.આઇ.સી.આઇ. બેન્કને લોન પેટે જે વ્યકિતએ ચેક આપેલ તે બન્ને આરોપીઓ વતી રાજકોટના પ્રખ્યાત યુવા એડવોકેટ દુર્ગેશ જી. ધનકાણી, વિજય સી. સીતાપરા તેમજ વિવેક સોજીત્રા, વિવેક નેભાણી રોકાયેલા હતા.

(3:36 pm IST)