Gujarati News

Gujarati News

News of Tuesday, 17th September 2019

ઝુલ્મી નિયમો રદ કરો

નવા આર.ટી.ઓ. ટ્રાફિક નિયમો પૈકી શહેરમાં હેલ્મેટ, બાળક સાથે ત્રણ સવારી ગણવાં સહિતનાં અવ્યવહારૂ નિયમો વિરૂધ્ધ શહેર કોંગ્રેસનાં આગેવાનો આવતી કાલથી ત્રણ દિવસ ધરણા યોજી અને વિરોધ દર્શાવવા સહિતનાં કાર્યક્રમો યોજનાર છે. જે અંગે વિસ્તૃત માહિતી 'અકિલા કાર્યાલય'ની શુભેચ્છા મુલાકાતે આવેલા કોંગ્રેસનાં પદાધિકારીઓએ આપી હતી. તે વખતની તસ્વીરમાં પ્રમુખ અશોક ડાંગર, જસવંતસિંહ ભટ્ટી, ડો. હેમાંગ વસાવડા, મહેશ રાજપુત, જીજ્ઞેશ વાગડીયા, આશિષસિંહ વાઢેર, દિનેશભાઇ ચોવટીયા, મેઘજીભાઇ રાઠોડ, પ્રદિપભાઇ ત્રિવેદી, ભાવેશભાઇ ખાચરીયા, હિતેનભાઇ મહેતા વગેરે દર્શાય છે. (તસ્વીરઃ સંદિપ બગથરીયા)

(3:36 pm IST)
  • કમલનાથ સરકારનો સંત સમાગમ : ધર્મના નામે થયેલ ગોટાળાની થશે તપાસ : ભોપાલમાં મોટું સંત સમાગમ યોજાયું : હજારો સંતોએ મુખ્યમંત્રી કમલનાથને આશ્રમોની પટ્ટો ,મફત વીજળી,સંતોને પેંશન જેવી માંગણીને લઈને પત્ર પાઠવ્યો access_time 1:08 am IST

  • કચ્છના ટોચના રાજકી આગેવાન જયંતીભાઇ ભાનુશાળી હત્યાનો ચકચારી મામલો : આરોપી જયંતી ડુમરા (ઠક્કર)ની જેલમાં મહેફીલની તપાસ 'સીટ'ને સુપ્રત થતા તપાસનો ધમધમાટ ડી.વાય.એસ.પી. પિયુષ પિરોજીયા ટીમ જેલના સીસીટીવી ફુટેજ-બીજા આરોપીઓને પૂછપરછ થશે : સીઆઇડી વડા આશીષ ભાટીયા - ડીઆઇજી ગૌતમ પરમારના માર્ગદર્શન હેઠળ તપાસ ચલાવીશઃ ડી.વાય.એસ.પી. પિયુષ પિરોજીયા સાથે અકિલાની વાતચીત access_time 11:54 am IST

  • રાજકોટના કોંગી કોર્પોરેટરો સાથે મિટીંગ શરૂ : રાજકોટ કોંગ્રેસના કોર્પોરેટરો અમદાવાદ પહોંચ્યાઃ પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજયગુરૂને ફરી સક્રિય કરવા કોંગી નેતાગીરી સમક્ષ જોરદાર માગણીઃ પ્રદેશ કોંગી પ્રમુખ શ્રીઅમિત ચાવડા સાથે બેઠક શરૂ access_time 4:38 pm IST