Gujarati News

Gujarati News

News of Tuesday, 17th September 2019

શુક્રવારે રકતદાન કેમ્પ - ભજન

હરીશભાઈ કોટેચાની છ માસિક તિથિ નિમિતે : નિર્મલાબેન કોટેચા, અશોકભાઈ હિન્ડોચા અને ભાવિન કોટેચાના જન્મદિન નિમિતે આયોજન

રાજકોટ : સ્વ.મુકુંદરાય ઓધવજીભાઈ કોટેચા પરીવાર, અશોકભાઈ હિંડોચા પરીવાર તથા સદ્દગુરૂ ડીજીટલ પોઈન્ટ - રાજકોટ સંયુકતરૂપે સ્વ.હરીશભાઈ કોટેચાની પ્રથમ ૬ માસિક પૂણ્યતિથિ તેમજ ગં.સ્વ. નિર્મલાબેન કોટેચા, અશોકભાઈ હિંડોચા અને ભાવિન કોટેચાના જન્મદિવસ નિમિતે રેડ ક્રોસ બ્લડ બેન્કના સહયોગથી રકતદાન કેમ્પ તથા ધૂન - ભજનનું આયોજન કરવામાં આવ્યુ છે.

રકતદાન કરવા ઈચ્છતા તમામ રકતદાતાઓએ નામ નોંધાવી દેવા. સ્થળ - ૪૭, પ્રહલાદ પ્લોટ કોર્નર, આશાપુરા મેઈન રોડ, રાજકોટ તા.૨૦ શુક્રવારે સાંજે ૫ થી ૧૧. ધૂન - ભજન રાત્રે ૯ થી ૧૧. મો. ૯૨૬૫૦ ૯૫૯૯૦. આયોજનમાં હરેશભાઈ કટરીયા, સુરેશભાઈ કટારીયા તથા પીન્ટુભાઈ કટારીયા (ઋતુરાજ સીઝન સ્ટોર્સ) જહેમત ઉઠાવી રહ્યા છે.

(3:36 pm IST)