Gujarati News

Gujarati News

News of Tuesday, 17th September 2019

આજી ડેમે નર્મદાનીરના વધામણાઃ વૃક્ષારોપણ-સ્વચ્છતા અભિયાન

વડાપ્રધાન નરેન્દ્રભાઇના જન્મદિનની સમગ્ર રાજયમાં ઉજવણી

રાજકોટ તા.૧૭  : પ્રધાનમંત્રીનરેન્દ્રભાઈ મોદીનો જન્મ દિવસ હોઈ રાજયના  મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના માર્ગદર્શન હેઠળ રાજયભરમાં નમામિ દેવી નર્મદે મહોત્સવ અંતર્ગત નર્મદાના નીરના વધામણા અને પૂજન કાર્યક્રમનું આયોજન કરેલ છે. જેમાં રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સંતો મહંતો, સમાજના શ્રેષ્ઠીઓ અને શહેરીજનોની ઉપસ્થિતિમાં ભવ્ય આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમ મેયર બિનાબેન આચાર્યની અધ્યક્ષતામાં નર્મદા મૈયાના નીરના વધામણા, મહાઆરતી, રાસ ગરબા, લોકગીત, લોક સાહિત્ય તથા સંતોના આશીર્વચન વિગેરે જેવા ભવ્યાતિભવ્ય કાર્યક્રમ  યોજાયો.

આ પ્રસંગે મેયર બિનાબેન આચાર્ય તેમજ  સાંસદ મોહનભાઈ કુંડારિયા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ઉદયભાઈ કાનગડ, મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલ દ્વારા પ્રાસંગિક ઉદ્દબોધન કરવામાં આવ્યુ હતુ.

ત્યારબાદ શાસક પક્ષનાં  દંડક અજયભાઈ પરમાર, સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન આશિષભાઈ વાગડીયા, બાંધકામ સમિતિ ચેરમેન મનીષભાઈ રાડીયા, આરોગ્ય સમિતિ ચેરમેન જયમીનભાઈ ઠાકર, કોર્પોરેટર દેવુબેન જાદવ, દર્શિતાબેન શાહ દ્વારા મંચસ્થ મહેમાનો, સંતો મહંતોનું અને સમાજના શ્રેષ્ઠીઓનું પુસ્તક અર્પણ કરી સ્વાગત કરેલ. જયારે આભારવિધી ડેપ્યુટી મેયર અશ્વિનભાઈ મોલીયા દ્વારા કરવામાં આવેલ.

 ત્યારબાદ પ્રથમ ઉપસ્થિત સૌ મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય કરેલ ત્યારબાદ પોરબંદર ખાતેના સાંદીપની આશ્રમના શાસ્ત્રીઓ દ્વારા નર્મદા સ્ત્રોતમનું ગાન કરેલ તેમજ શ્રી પવન પુત્ર ગરબી મંડળની બાળાઓ દ્વારા જટાળા જોગીઅનધન્ય છે ગુજરાતની કૃતિઓ રજુ કરી જયારે સ્વામિનારાયણ ગુરુકુળના છાત્રો દ્વારા સોરઠી રાસરજુ કરી સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા.

 આ પ્રસંગે મેયર બિનાબેન આચાર્ય, સાંસદ મોહનભાઈ કુંડારિયા, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મિરાણી, રાજકોટ શહેર ભાજપ મહિલા મોરચા પ્રભારી અંજલીબેન રૂપાણી, પ્રદેશ ભાજપ અગ્રણી નીતિનભાઈ ભારદ્વાજ, ધારાસભ્ય લાખાભાઈ સાગઠીયા, ડે.મેયર અશ્વિનભાઈ મોલીયા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ઉદયભાઈ કાનગડ, મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલ, અનુસુચિત જાતિ મોરચાના રાષ્ટ્રીય મોરચા ભાનુબેન બાબરીયા, શાસક પક્ષ નેતા દલસુખભાઈ જાગાણી શાસક પક્ષ દંડક અજયભાઈ પરમાર, પૂર્વ મેયર રક્ષાબેન બોળીયા, ડો. જૈમનભાઈ ઉપાધ્યાય, પૂર્વ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઇ પટેલ, રાજકોટ શહેર ભાજપ મહિલા મોરચા પ્રમુખ નયનાબેન પેઢડીયા, રાજકોટ શહેર ભાજપ મહામંત્રી દેવાંગભાઈ માંકડ, જીતુભાઈ કોઠારી, કિશોરભાઈ રાઠોડ, પૂર્વ ડે. મેયર ડો. દર્શિતાબેન શાહ, બાંધકામ કમિટી ચેરમેન મનીષભાઈ રાડીયા, આરોગ્ય કમિટી ચેરમેન જયમીનભાઇ ઠાકર, સમાજ કલ્યાણ કમિટી ચેરમેન આશિષભાઈ વાગડિયા, માર્કેટ કમિટી ચેરમેન પરેશભાઈ પીપળીયા, શાળા બોર્ડના ચેરમેન નરેન્દ્રસિંહ ઠાકુર, મહિલા મોરચાના મહામંત્રી કિરણબેન માકડિયા, પુનીતાબેન પારેખ તેમજ સાધુ સંતો, સમાજના શ્રેષ્ઠીઓ, કોર્પોરેટરશ્રીઓ, અધિકારીશ્રીઓ ઉપરાંત શહેરના આશરે ૮ થી ૧૦ હજાર જેટલા શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા.(તસ્વીરઃ અશોક  બગથરીયા)

(3:35 pm IST)