Gujarati News

Gujarati News

News of Tuesday, 17th September 2019

રાજકોટમાં કોંગ્રેસનો નવતર વિરોધઃ રસ્તાના ખાડા બુરવા દરેક વોર્ડમાં પેવિંગ બ્લોક આપ્યા

રાજકોટઃ શહેરના રાજમાર્ગો ઉપર પડેલા મોટા ગાબડા પૂરવામાં તંત્ર અસમર્થ રહ્યાના આક્ષેપો સાથે શહેર કોંગ્રેસ દ્વારા જબ્બરૂ આંદોલન ચલાવાઇ રહ્યુ છે જે અંતર્ગત આજે સવારે શહેર કોંગ્રેસના કાર્યકરો-કોર્પોરેટરો અને આગેવાનોએ દરેક વોર્ડમાં જઇ અને રોડ પર પડેલા ખાડા બુરવા માટે નાગરિકોને પેવિંગ બ્લોક આપી. રસ્તાના ખાડાઓ જાતે રીપેર કરવાનો અનોખો સકારાત્મક કાર્યક્રમ આપ્યો હતો તેમ શહેર પ્રમુખ અશોક ડાંગરે જણાવેલ (તસ્વીરઃ અશોક બગથરીયા)

(12:05 pm IST)