Gujarati News

Gujarati News

News of Monday, 17th September 2018

જૂગારના ચાર દરોડામાં ૨૩ પકડાયા

ક્રાઇમ બ્રાંચે સંત કબીર રોડ પર સાઇકલની દૂકાનમાંથી ૪ને, રાજદિપ સોસાયટીમાં મકાનમાંથી ૮ શખ્‍સોને અને માલવીયાનગર પોલીસે ૧૧ને પકડી લીધાઃ રૂા. ૧,૫૩,૫૧૦ની રોકડ કબ્‍જે

રાજકોટ તા. ૧૭: જૂગારના ચાર દરોડામાં પોલીસે ૨૩ શખ્‍સોને પકડી લીધા હતાં. જેમાં ક્રાઇમ બ્રાંચે બે સ્‍થળે અને માલવીયાનગર પોલીસે બે સ્‍થળે દરોડા પાડયા હતાં.

ક્રાઇમ બ્રાંચે મવડી પ્‍લોટ રાજદિપ સોસાયટી-૩માં ૪૦ ફુટ રોડ પર રહેતાં મનિષ ઠાકરશીભાઇ પટેલ (ઉ.૩૨)ના ઘરમાં દરોડો પાડી તેને તથા મનસુખ વાલજીભાઇ કાસુન્‍દ્રા (ઉ.૫૨-રહે. કેશીયા તા. જોડીયા), હરેશ કુંવરજીભાઇ ભીમાણી (ઉ.૩૭-રહે. કુનડ તા. જોડીયા), ભાવેશ મોહનલાલ કાલરીયા (ઉ.૩૮-રહે. માધવ રેસિડેન્‍સી ઓઢવ અમદાવાદ), દિનેશ અરજણભાઇ ગડારા (ઉ.૪૦-રહે. ખારવા તા. ધ્રોલ), હિમાંશુ જીવરાજભાઇ ભેંસદડીયા (ઉ.૨૮-રહે. મોટી બાણુંગાર જી. જામનગર),  બાલુ હરિભાઇ ચંદ્રોલા (ઉ.૪૨-રહે. શ્રી હરિ ટાવર બ્‍લોક નં. ૭૦૪ રવાપર તા. મોરબી) તથા શાંતિલાલ ખીમજીભાઇ ગડારા (ઉ.૪૫-રહે. ખારવા તા. ધ્રોલ)ને તિનપત્તી રમતાં પકડી લઇરૂા. ૮૪૭૦૦ની રોકડ કબ્‍જે લીધી હતી.

આ દરડામાં એસીપી ક્રાઇમ જે. એચ. સરવૈયા તથા પી.આઇ. એચ. એમ. ગઢવીની રાહબરીમાં પીએસઆઇ આર. સી. કાનમીયા, એએસઆઇ રણજીતસિંહ ઠાકુર, હેડકોન્‍સ. જયસુખભાઇ હુંબલ, જગમાલભાઇ ખટાણા, સંતોષભાઇ મોરી, બીપીનભાઇ, રવિરાજસિંહ સહિતનો સ્‍ટાફ જોડાયો હતો.

બીજા દરોડામાં સંત કબીર રોડ પર રામાપીરના મંદિર પાસે આનંદ સાયકલ સ્‍ટોર નામની જીણા ઉર્ફ ભગત વિઠ્ઠલભાઇ ગોહેલ (ઉ.૫૦)ની દૂકાનમાં દરોડો પાડી તેને તથા રઘુ ધારાભાઇ મુંધવા (ઉ.૩૯-રહે. મારૂતિનગર કુવાડવા રોડ), ધર્મેશ ઉર્ફ ધમો બચુભાઇ કારેઠા (ઉ.૨૨-રહે. ગોકુલનગર-૬/૭) તથા મયુર ઉર્ફ નવઘણ રામજીભાઇ મુંધવા (ઉ.૨૧-રહે. હનુમાનનગર-૧ આરટીઓ પાછળ)ને પીએસઆઇ કે. કે. જાડેજા, રાજેશભાઇ બાળા, સિજ્ઞધ્‍ધરાજસિંહ ચુડાસમા, રઘુવીરસિંહ વાળા, વિરદેવસિંહ, સિધ્‍ધરાજસિંહ જાડેજા, વિજયભાઇ, ઇન્‍દ્રજીતસિંહ, ડાયાભાઇ સહિતે પકડી લઇ રૂા. ૪૦૧૧૦ની રોકડ કબ્‍જે લીધી હતી.

માલવીયાનગર પોલીસના દરોડા

માલવીયાનગર પોલીસે પંચવટી રોડ પર સોરઠીયા પ્રજાપતિની વાડી પાસે બંધ શેરીમાં હનુમાનજીના મંદિર નજીક પીપળાના ઝાડ નીચે દરોડો પાડી લક્ષ્મીનગરના શૈલેષ કિશોરભાઇ રાઠોડ (ઉ.૨૪), લોહાનગરના અમિત ધીરૂભાઇ મેર (ઉ.૨૪), અજય મનોજભાઇ સોલંકી (ઉ.૨૫), સમૃધ્‍ધીનગર ક્‍વાર્ટરના દિપકગીરી યોગનાથગીરી ગોસ્‍વામી (ઉ.૩૪), નાના મવા રોડ રાજનગરના મહેન્‍દ્ર દિનેશભાઇ સુરાણી (ઉ.૩૦), રાજનગર-૩ના છત્રપાલ ડાયાભાઇ સોલંકી (ઉ.૫૮) તથા દેવનગર-૨ના કમલેશ ભીખાભાઇ દાફડા (ઉ.૪૪)ને પકડી લઇ રૂા. ૨૬૨૦૦ની રોકડ કબ્‍જે લીધી હતી.

જ્‍યારે આંબેડકરનગર ચોકમાંથી વનરાજ તખુભાઇ ભટ્ટી (ઉ.૩૪-રહે. ખીજડીયા તા. રાજકોટ), ઝાકીર મહેબુબભાઇ કુરેશી (ઉ.૨૫-રહે. ખોડિયારનગર-૧), કરણ જીલુભાઇ કુંભારવાડીયા (ઉ.૨૦-રહે. નહેરૂનગર-૪) તથા મયુરસિંહ કનકસિંહ સેલારા (ઉ.૩૩-રહે. રાધે હોટેલ પાસે સરસ્‍વતિનગર-૧)ને પકડી લઇ રૂા. ૨૬૧૦૦ની રોકડ કબ્‍જે લીધી હતી. આમ કુલ ચાર દરોડામાં પોલીસે ૨૩ પત્તાપ્રેમીઓને પકડી લઇરૂા. ૧,૫૩,૫૧૦ની રોકડ કબ્‍જે લીધી હતી.

ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી બી. બી. રાઠોડની સુચના અને પીઆઇ એન. એન. ચુડાસમાની રાહબરી  હેઠળ પીએસઆઇ યુ. બી. જોગરાણા, કોન્‍સ. મયુરસિંહ જાડેજા, કુલદીપસિંહ જાડેજા, દિલીપસિંહ જાદવ, હરપાલસિંહ જાડેજા, ભાવીનભાઇ ગઢવી અને ભાવેશભાઇ ગઢવીએ દરોડા પાડયા હતાં.

 

(4:22 pm IST)