Gujarati News

Gujarati News

News of Monday, 17th September 2018

સરકાર દ્વારા ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં તલાટી તથા જુ.કલાર્કની ભરતી

આવતી કાલે બપોરે ૩ વાગ્‍યાથી તા. ૮ ઓકટોબર-૨૦૧૮ સુધી ઓનલાઇન અરજી કરી શકાશેજ્જ નાયબ મામલતદાર, નાયબ સેકશન ઓફિસર તથા નગરપાલિકા ચીફ ઓફીસરની જાહેરાતના માત્ર બે દિવસમાં અન્‍ય સેંકડો જગ્‍યાઓ ભરાવાની હોય, યુવાધનમાં ખુશીની લ્‍હેર

રાજકોટ તા.૧૭: કેન્‍દ્ર તથા રાજય સરકાર દ્વારા વિવિધ ક્ષેત્રે નોકરીઓનો વરસાદ વરસી રહયો છે. ત્‍યારે નાયબ મામલતદાર, નાયબ સેકશન ઓફીસર, નગર પાલિકા ચીફ ઓફિસર સહિતની ૪૯૦ જગ્‍યાઓ માટેની જાહેરાતના માત્ર બે જ દિવસ પછી ગુજરાતના વિવિધ જિલ્લાઓ માટે તલાટી કમ મંત્રી (ગ્રામ પંચાયત સેક્રેટરી) તથા જુનિયર કલાર્ક (વહીવટ/હિસાબી)ની સેંકડો જગ્‍યાઓ ઉપર ભરતી થવાની જાહેરાત થતાં રાજયના નોકરી વાંચ્‍છુઓ-યુવાધનમાં રોમાંચ સાથે ખુશીની લહેર વ્‍યાપી ગઇ છે.

જુનિયર કલાર્ક તથા તલાટી વર્ગ-૩ માટેની ભરતીમાં ઓનલાઇન અરજી કરવા માટે તથા ભરતી વિશેની તમામ માહિતી મેળવવા માટે http://ojas.guj.gov.in તથા http:// panchayat.gujarat.gov.in

વેબસાઇટ જોઇ શકાય છે. આવતીકાલ તા. ૧૮ સપ્‍ટેમ્‍બર, બપોરે ૩ વાગ્‍યાથી તા. ૮ ઓકટોબર, ૨૦૧૮ સુધી ઓનલાઇન અરજી કરી શકાય છે. જો કે ઉમેદવારોએ છેલ્લી તારીખની રાહ જોયા વગર વહેલાાસર ઓનલાઇન અરજી કરવી હિતાવહ છે.

આ ભરતી માટે લઘુતમ શૈક્ષણિક લાયકાત ૧૨ ધોરણ પાસ રાખવામાં આવી છે. વયમર્યાદા ૧૮ થી ૩૩ વર્ષ છે. સરકારશ્રીના નિયમો મુજબ મહિલા ઉમેદવારો તથા રીઝર્વ કેટેગરીના ઉમેદવારો માટે છુટછાટ મળવા પાત્ર છે. ઓજસ વેબસાઇટ ઉપરથી ડાઉનલોડ કરેલ ચલણ મારફત પોસ્‍ટ ઓફિસમાં ફી ભરવાની છેલ્લી તારીખ૧૦-૧૦-૨૦૧૮ છે.

જે જિલ્લાઓમાં તલાટી તથા જુનિયર કલાર્કની જગ્‍યાઓ ભરાવાની છે તેમાં સુરેન્‍દ્ર, કચ્‍છ, પાટણ, મહેસાણા, જામનગર, પોરબંદર, જુનાગઢ, અમરેલી, ભાવનગર, આણંદ, ખેડા, ગોધરા, નર્મદા, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, તાપી ગીર સોમનાથ, બોટાદ, અરવલ્લી, ગાંધીનગર, મોરબી, દેવભુમિ દ્વારકા વિગેરેનો સમાવેશ થાય છે. જિલ્લાનું નામ અને જગ્‍યાની સંખ્‍યા વેબસાઇટ ઉપર જોઇ શકાય છે. આ ભરતી ગુજરાત સરકારની જિલ્લા પંચાયત સેવા પસંદગી સમિતિ દ્વારા થઇ રહી છે.

આટઆટલી ભરતીઓ સામે આવીને ઉભી છે ત્‍યારે યોગ્‍ય લાયકાત, સચોટ માર્ગદર્શન, સ્‍વ પ્રયત્‍ન, આત્‍મવિશ્વાસ, હકારાત્‍મક અભિગમ, સમાજ માટે કંઇક કરી છુટવાની તમન્ના અને ઇશ્વરમાં શ્રધ્‍ધા રાખીને મહેનત કરવા તુટી પડો-મંડી પડો. લાખેણી સરકારી નોકરી આપ સોૈની રાહ જોઇ રહી છે. સાચી નીતિથી મહેનત કરનારને ઇશ્વર પણ સાથ આપે જ છે. સોૈને ઓલ ધ બેસ્‍ટ.

(4:20 pm IST)