Gujarati News

Gujarati News

News of Monday, 17th September 2018

રૂા.બાવન લાખનો ચેક પાછો ફરતા અમદાવાદના વેપારી સામે ફરિયાદ

રાજકોટ તા.૧૭: રાજકોટ જિલ્લાના લોધિકા તાલુકાના લોધિકા જી.આઇ.ડી.સી. મેટોડામાં કિશાન ગેઇટ, પ્‍લોટ નં.જી-૨૧૦૨માં સ્‍ક્રોટ મેટલ્‍સ (ઇન્‍ડીયા) પ્રા.લી.ના નામે ધંધો કરતા દિવ્‍યેશ વલ્લભભાઇ માંડવીયાએ એલ્‍યુમીનીયમનો સ્‍ક્રેપ ખરીદ કરવા માટે અમદાવાદમાં હાથીજન વિસ્‍તારમાં લાલગેબી સર્કલ પાસે રાધે કોર્નરમાં શોપ નં.૫ માં ૨મી રીયાઝ ઇન્‍ડીયા એકઝીમ-૨ના નામે ધંધો કરતા આરોપી મહમદ રયાઝ સીદીકીને માલ ખરીદ કરવા એડવાન્‍સ પેમેન્‍ટ આપેલ, જે એલ્‍યુમીનીયમ સ્‍ક્રેપ ઓર્ડર મુજબ તહોમતદાર આપી ન શકતા તે એડવાન્‍સ પેટેની રકમ પરત ચુકવવા ફરીયાદીને આપેલ બાવન લાખનો ચેક પરત ફરતા ૨મી રીયાઝ ઇન્‍ડીયા એકઝીમ-૨ના પ્રોપરાઇટર મહમદ રીયાઝ સીદીકી વિરૂધ્‍ધ લોધિકાની અદાલતમાં ચેક રીટર્નનો કેસ દાખલ કરતા આરોપીઓને અદાલતમાં હાજર રહેવા અદાલત દ્વારા સમન્‍સ ઇસ્‍યુ કરતો હુકમ ફરમાવેલ છે.

ફરીયાદીએ લોધિકાની અદાલતમાં આરોપી મહમદ રીયાઝ સીદીકી તથા રમી રીયાઝ ઇન્‍ડીયા એકઝીમ-૨ વિરૂધ્‍ધ ફરીયાદ દાખલ કરી રજુઆત કરેલ કે, આરોપીએ ફરીયાદી કંપની પાસેથી ઓર્ડર મુજબનો એલ્‍યુમીનીયમનો સ્‍ક્રેપ મોકલવા માટે રકમ મેળવી ઓર્ડર મુજબનો માલ ન મોકલી શકતા, ફરીયાદી કંપનીની કાયદેસરની બાકી લેણી નીકળતી રકમ પરત ચુકવવા ઇસ્‍યુ કરી આપેલ ચેક પાસ થવા ન દઇ આરોપીએ ધી નેગોશીએબલ ઇન્‍સ્‍ટુમેન્‍ટ એકટ હેઠળ ગંભીર પ્રકારનો ગુનો આચરેલ છે જે રજુઆતો ધ્‍યાને લઇ આરોપીને અદાલતમાં હાજર થવા સમન્‍સ ઇસ્‍યુ કરતો હુકમ ફરમાવવામાં આવેલ.

ઉપરોક્‍ત કામમાં ફરીયાદી સ્‍ક્રોટ મેટલ્‍સ (ઇન્‍ડીયા) વતી રાજકોટના જાણીતા એડવોકેટ સુરેશ ફળદુ, ભુવનેશ શાહી,કુણાલ શાહી,સંજય ઠુંમર, સહદેવ દુધાગરા, જય પારેડી, કૈલાશ જાની, હિરેન ડોબરીયા રોકાયેલ હતા.

(4:20 pm IST)