Gujarati News

Gujarati News

News of Monday, 17th September 2018

એસોસીએટ બેન્‍કસ રીટા. ઓફિસર્સ એસો. દ્વારા નિવૃત અધિકારીઓનું સંમેલન-સન્‍માન

રાજકોટ તા. ૧૭: એશોશિએટ બેંકસ રિટાયર્ડ ઓફિસર્સ એશોશિએશન યુનિટ સ્‍ટેટ બેંક ઓફ સૌરાષ્‍ટ્ર રાજકોટ સેન્‍ટરના નિવૃત અધિકારીઓનું ગેટ-ટુ ગેધર સંમેલન સરદારનગરમાં આવેલા શ્રી એમ. જે. શાહના નિવાસસ્‍થાને મળ્‍યું હતું. જયાં ૭પ વર્ષની વયે પહોંચેલા ૪ અધિકારીઓનું શાલ ઓઢાડી બહુમાન કરાયું હતું.

આ તકે બેંકના પૂર્વ આસી. જનરલ મેનેજર શ્રી વી. યુ. દેસાઇ તથા શ્રી પી. જે. જોશીએ આ ૪ સિનીયરો શ્રી એ. એમ. ફીચડીયા, શ્રી એમ. ડી. ઠાકર, શ્રી એ. કે. લાખાણી તથા શ્રી એમ. વી. જસાણીને દીર્ઘાયુષ જીવનની તમામ મેમ્‍બર્સ વતી શુભેચ્‍છા પાઠવી હતી.

સંમેલનને સફળતા પૂર્વક સંપન્‍ન કરાવવા ઝોનલ સેક્રેટરી શ્રી એ. એન. બુચ તથા શ્રી જીતુભાઇ ગાંધીએ જહેમત ઉઠાવી હતી. તેવું અરવિંદભાઇ બગડાઇની યાદી જણાવે છે.

(4:37 pm IST)