Gujarati News

Gujarati News

News of Monday, 17th September 2018

હેલ્થ મિશનના કરાર આધારિત કર્મચારીઓનું આંદોલન

 રાજકોટ : સરકારના આરોગ્ય વિભાગમાં છેલ્લા ૧૩ વર્ષથી NHM અંતર્ગત કોન્ટ્રાકટ પર ફરજ બજાવતા કર્મચારીઓને વેતન વધારો ચૂકવણામાં આરોગ્ય તંત્ર દ્વારા વિલંબ કરવામાં આવે છે. સરકારના ડીજીટલાઇજેશન અને લોકોના સ્વાસ્થ્ય માટે આયુષ પ્રણાલીના માધ્યમથી હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરના ઉત્તમ પ્રોજેકટની ટીમ એટલે NHM  અંતર્ગત છેલ્લા ૧૩ વર્ષથી કામ કરનાર આયુષ મેડીકલ ઓફીસર અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર-UPHC-CHC પરના એકાઉન્ટન્ટ કમ કમ્પ્યુટર ઓપરેટર અને તાલુકા ફાઇનાન્સ તેમજ પ્રોગ્રામ આસીસ્ટન્ટ ટૂંકમાં NHM ના ભંડોળમાંથી વેતન મેળવતા તમામ કર્મચારીને કેન્દ્ર સરકાર દ્વારા પૂરતું નાણાકીય ભંડોળ ગુજરાત આરોગ્ય તંત્રને ફાળવી આપેલ છે. જે અંતર્ગત વેતન વધારાનો પરિપત્ર કરવામાં આવેલ જેમાં વિસંગતતા હોવાને કારણે તમામ જીલ્લા અધિકારીઓના મંતવ્ય મંગાવવામાં આવેલ જે આજ દિન સુધી વધારો આપવામાં આવેલ નથી. જેના કારણે આજે ગુજરાતના રપ જીલ્લાએ સાથે મળીને ગત તા. ૧૪ના રોજ ગાંધીનગર ખાતે રેલી  પ્રદર્શીત કરેલ. આ વધારો વહેલી તકે મંજૂર કરવામાં નહિ આવે તો આવનારા સમયમાં ઉગ્ર લડત કરીશું તેમ આજે રાજકોટના રેસકોર્ષ ચોકમાં ધરણા પર બેઠેલા કર્મચારીઓએ જણાવ્યું હતું.

(4:15 pm IST)