Gujarati News

Gujarati News

News of Monday, 17th September 2018

કલેકટરનાં બંગલા બહાર ઝાડ પડી ગ્‍યુઃ કલાકો સુધી રસ્‍તા પર પડયું રહ્યું!!

રાજકોટઃ શહેરનાં મુખ્‍ય અધિકારી એવાં જલલ્લા કલેકટરનું નિવાસસ્‍થાન છે તે ‘‘ઇસ્‍ટર્ન હાઉસ'' બહાર આજે સવારે એકાએક વડલાનું વૃક્ષ રસ્‍તા ઉપર ધરાશાયી થઇ ગયું હતું તે વખતની તસ્‍વીર નોંધનીય છે કે આ ઝાડ રસ્‍તા ઉપર બપોરે ૧ર વાગ્‍યા સુધી વાહન ચાલકો અને રાહદારોઓને નડતરરૂપ રસ્‍તામાં પડી રહ્યું છતાં તેને દુર કરવા કલેકટર તંત્રએ કોઇ પગલા લીધા નહીં અંતે મોડેથી કોર્પોરેશનનાં ગાર્ડન ડાયરેકટર ડો. હાપલીયાને આ બાબતની જાણ થતાં તેઓએ તાબડતોબ સ્‍થળ ઉપર ગાર્ડન વિસ્‍તારનો સ્‍ટાફ મોકલી રસ્‍તો ખુલ્લો કરાવ્‍યો હતો. (તસ્‍વીરઃ સંદિપ બગથરીયા)

 

(4:13 pm IST)