Gujarati News

Gujarati News

News of Monday, 17th September 2018

વીર સાવરકર ઇન્‍ડોર સ્‍ટેડિયમમાં સભ્‍યો થવા માટે ૩૦ મીએ ફોર્મનું વિતરણ

૧૮ થી ૨૬ સુધીમાં જુના સભ્‍યોનું સભ્‍યપદ રિન્‍યું કરાશે

રાજકોટ તા ૧૭ : મહાનગરપાલિકા દ્વારા નિર્મિત અને સરગમ કલબ સંચાલિત ઇન્‍ડોર સ્‍ટેડિયમમાં ચાલતી રમત ગમતની પ્રવૃતિમાં જોડાવા માંગતા લોકોએ માસિક મેમ્‍બરશીપ (ઓકટોબર-૨૦૧૮ થી માર્ચ-૨૦૧૯) માટે નવા ફોર્મ ભરી દેવા તેમજ જૂના સભ્‍યોએ પોતાની મેમ્‍બરશીપ રિન્‍યુ કરાવી લેવા સરગમ કલબ દ્વારા અનુરોધ કરાયો છે.

સરગમ કલબના પ્રમુખ  ગુંણવંતભાઇ ડેલાવાળાના જણાવ્‍યા અનુસાર, વીર સાવરકર ઇન્‍ડોર સ્‍ટેડિયમમાં ચાલતી બેડમિન્‍ટન, ટેબલ ટેનિસ, જીમ,, જુડો, ટકવોન્‍ડો, ચેસ, કેરમ, સહિતના વિવિધ વિભાગમાં આવતા મેમ્‍બરોએ પોતાની મેમ્‍બરશીપ તા. ૧૮ થી ૨૬ સપ્‍ટેમ્‍બર સુધીમાં રિન્‍યુ કરાવી લેવાની રહેશે. ત્‍યારબાદ જૂના મેમ્‍બરોની મેમ્‍બરશીપ રિન્‍યુ કરવામાં આવશે નહીં

ઉપરાંત ઇન્‍ડોર સ્‍ટેડિયમમાં જોડાવા માંગતા નવા સભ્‍યોએતા. ૩૦ સપ્‍ટે. ને રવિવારથી બેડમિન્‍ટન સહિતના અન્‍ય વિભાગના  ફોર્મ સવારે ૯.૦૦ વાગ્‍યાથી સ્‍વીકારવાનું શરૂ થશે. જે વ્‍યકિત હાજર હશે તેને સ્‍થળપર જ પ્રવેશ આપી દેવામાં આવશે.

વધુ માહિતી તથા પુછપરછ માટે ઇન્‍ડોર સ્‍ટેડિયમ ખાતે કાર્યાલયનો સવારના ૯.૦૦ થી૧૨.૦૦, સાંજે પ.૦૦ થી ૮.૦૦ દરમિયાન ફોન નંબરઃ ૦૨૮૧ ૨૪૭૭૫૫૫ ઉપશ્રર અથવા રૂબરૂ મેનેજર પ્રફુલ્લભાઇ સંઘાણીનો સંપર્ક સાધવા એક યાદીમાં જણાવાયું છે

(4:08 pm IST)