Gujarati News

Gujarati News

News of Monday, 17th September 2018

નવોદિત યુવા સાહિત્‍યકારો માટે ગીત લેખન શિબીર

રાજકોટ તા. ૧૭: રાજયના ૧પ થી ૩પ વર્ષની વય મર્યાદા ધરાવતા ગીત લેખન કાર્ય શિબિરમાં જોડાવા માંગતા હોય તેવા યુવા સાહિત્‍યકારો માટે ગીત લેખન કાર્ય શિબિર યોજાનાર છે. આ કાર્ય શિબિરમાં ખ્‍યાતનામ સાહિત્‍યકારોની રાહબરી હેઠળ સુરત ખાતે ગીત લેખન કાર્ય શિબિરનું આયોજન કરવામાં આવનાર છે. જે યુવક-યુવતીઓની ઉંમર તા. ૩૦/૧ર/ર૦૧૮ના રોજ ૧પ થી ૩પ વર્ષની મર્યાદા હોય અને આ શિબિરમાં ભાગ લેવા ઇચ્‍છતા યુવા સાહિત્‍યકારોએ www. sycad.gujarat.gov.in વેબસાઇટ પરથી અરજી ફોર્મ ડાઉનલોડ કરી જેમાં વિગતો ભરીને આધાર-પુરાવા સાથે જિલ્લા રમત-ગમત અધિકારીશ્રી, પ્રથમ માળ, જુની સીવીલ કોર્ટ બિલ્‍ડીંગ, નાનપુરા, સુરત શહેરને તા. ૩૦-૦૯-ર૦૧૮ સુધીમાં મળી જાય તે રીતે મોકલી આપવાની રહેશે.

મળેલ અરજીઓમાંથી યોગ્‍યતા ધરાવતા રપ નવોદિત યુવા શિબિરાર્થીઓની પસંદગી કરવામાં આવશે. પસંદ થયેલ શિબિરાર્થીઓને જિલ્લા રમત-ગમત અધિકારીશ્રી, પ્રથમ માળ, જુની સીવીલ કોર્ટ બિલ્‍ડીંગ, નાનપુરા, સુરત શહેર (ફોન નં. ૦ર૬૧-ર૪૬પ૮૦૮ E-mail Id: dsosuratcity35@gmail.com) દ્વારા પત્ર/મોબાઇલ/ઇ-મેઇલથી જાણ કરવામાં આવશે. આ શિબિરમાં ભાગ લેનાર શિબિરાર્થીઓને રાજય સરકારશ્રી દ્વારા નિવાસ/ભોજનની વ્‍યવસ્‍થા કરવામાં આવશે તેમજ શિબિર સ્‍થળ સુધી આવવા-જવાનો પ્રવાસ ખર્ચ ચૂકવવામાં આવશે તેમજ પ્રમાણપત્ર આપવામાં આવશે. તેમ કમિશ્‍નર યુવક સેવા અને સાંસ્‍કૃતિક પ્રવૃતિઓની યાદી જણાવે છે.

(4:08 pm IST)