Gujarati News

Gujarati News

News of Monday, 17th September 2018

વડાપ્રધાનના જન્મદિનથી સ્વચ્છતા ઝુંબેશનો પ્રારંભ

આજથી 'વન ડે - થ્રી વોર્ડ'નો પ્રારંભ : પ્રથમ દિવસ વોર્ડ નં. ૧, ૨ અને ૪માંથી કુલ ૧૧૨ ટન કચરાનો નિકાલ

રાજકોટ તા. ૧૭ : આજે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના જન્મદિનથી શહેરમાં 'વન ડે - થ્રી વોર્ડ' સફાઇ ઝુંબેશનો પ્રારંભ કોર્પોરેશનના પદાધિકારીઓના હસ્તે કરાયો હતો.

પ્રધાનમંત્રીશ્રી દ્વારા દેશમાં ઙ્કસ્વચ્છતા ભારત મિશન અંતર્ગત સ્વચ્છતાનો શુભારંભ કરેલ છે. જેના અનુસંધાને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા 'વન ડે-થ્રી વોર્ડ' સ્વચ્છતા અભિયાન શરૂ કરવામાં આવેલ છે.  આજે તા.૧૭/૦૯/૨૦૧૮ સોમવારના રોજ ઈસ્ટ ઝોનના વોર્ડ નં.૪ વેસ્ટ ઝોનનાં વોર્ડ નં.૧ અને સેન્ટ્રલ ઝોનના વોર્ડ નં.૨માં ઝુંબેશ હાથ ધરાઈ હતી. જેમાં, માન. મેયર બીનાબેન આચાર્ય, ડે. મેયર અશ્વિનભાઈ મોલીયા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ઉદયભાઈ કાનગડ, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કલેશભાઈ મીરાણી, ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, તેમજ વિવિધ કમિટીના ચેરમેનશ્રીઓ, કોર્પોરેટરશ્રીઓ, સ્થાનિક અગ્રણીઓ વિગેરેએ અલગ-અલગ વોર્ડમાં રૂબરૂ મુલાકાત લઇ, થઇ રહેલી કામગીરીનું નિરિક્ષણ કર્યું હતું. આજે થયેલ કામગીરીમાં સફાઈ ઉપરાંત, ડ્રેનેજ, સિવિલ વર્ક અને આરોગ્ય શાખાની પ્રવૃતિઓ સામેલ કરવામાં આવેલ.

વેસ્ટ ઝોનમાં વોર્ડ નં. ૧માં સઘન સફાઇ ઝુંબેશ

શહેરને ગંદકીથી મુકત કરવા માટે તેમજ ચોમાસાનની ઋતુને અનુલક્ષીને રોગચાળા અટકાયતી ૫ગલા રૂપે આજ રોજ વન-ડે-વન વોર્ડ અંતર્ગત વોર્ડ નં.  ૧ માં 'સઘન સ્વચ્છતા ઝુંબેશ' શરૂ  કરવામાં આવેલ છે. જેમા મુખ્યત્વે લાખના બંગલા રોડ. શાસ્ત્રી નગર શાક માર્કેટ વાળો રોડ. રૈયા ગામ રૈયા રોડ જેવા વિસ્તારો આવરી લીધેલ. આજ રોજ વોર્ડ નં. ૧ માં સઘન સ્વચ્છતા ઝુંબેશ અંતર્ગત સફાઇ કરાવેલ કુલ લતા/વિસ્તારની સંખ્યા – ૧૩૪, સફાઇ કરાવેલ કુલ મુખ્ય માર્ગોની સંખ્યા – ૦૬, સફાઇ કરાવેલ કુલ ન્યુસન્સ પોઇન્ટની સંખ્યા – ૧૨, સફાઇ કરાવેલ કુલ ખુલ્લા પ્લોટની સંખ્યા – ૧૩, મીની ટીપર વાહન મારફત કલેકશન કરવામાં આવેલ કુલ ઘરોની સંખ્યા -  ૧૨૧૭૫, મીની ટીપર વાહન મારફત કલેકશન કરવામાં આવેલ કુલ કચરો -  ૨૧ ટન, જે.સી.બી મારફત અંદાજીત  નિકાલ કરાવેલ કુલ કચરો  - ૨૬  ટન, કુલ જે.સી.બી – ૪, કુલ ડમ્પરના ફેરા – ૮, કુલ ટ્રેકટર ના ફેરા – ૬, કયુ આર. ટી. કારગો ટીમ ફેરા – ૨, ચુનો / મેલેથીઓન પાવડર નો કરેલ છંટકાવ - ૪૩  બેગ, સફાઇ કરાવેલ માર્કેટ / હોકર્સ ઝોન – ૩, સફાઇ કરાવેલ કુલ ટવીન બીન – ૧૧, એસીડ ફીનાઇલ દ્વારા સફાઇ કરેલ કુલ યુરીનલ – ૨ (પ્રેસર જેટ મશીન દ્વારા)  કામગીરી કરવામાં આવેલ છે. 

સેન્ટ્રલ ઝોનમાં વોર્ડ નં. ૨માં સઘન સફાઇ ઝુંબેશ

રાજકોટ શહેરને ગંદકીથી મુકત કરવા માટે તેમજ ચોમાસાનની ઋતુને અનુલક્ષીને રોગચાળા અટકાયતી ૫ગલા રૂપે આજ રોજ વોર્ડ નં.  ૨માં 'સઘન સ્વચ્છતા ઝુંબેશ'મા ગોકુળીયુંમફતીયું અને ભોમેશ્રરપ્લોટ - ૧૧ થી ૧૫, ભોમેશ્રર વાડી, વોકળાકાંઠાવાળુ ભરવાડીયુમફતીયું, છોટુનગર મફતીયા૫રૂ શેરી નં.૧ થી ૫ જુની આંગણવાડી પાસેનો વિસ્તાર, પોલીસ હેડ કવા. ડોગસ્કોડ ઓફીસ પાછળના ત્રણ માળીયાબ્લોક અને ચાલીસીકવા. સામેના બ્લોક, શ્રીજીનગર સોસા. - ૧ થી ૭ વિગેરે જેવા વિસ્તારો આવરી લીધેલ. આજ રોજ વોર્ડ નં. ૨માં સઘન સ્વચ્છતા ઝુંબેશ અંતર્ગત સફાઇ કરાવેલ કુલ લતા/વિસ્તારની સંખ્યા–૨૧૭, સફાઇ કરાવેલ કુલ ખુલ્લા પ્લોટની સંખ્યા - ૧૩, ચુનો / મેલેથીઓન પાવડર નો કરેલ છંટકાવ - ૫૯  બેગ, ટીપર વાહન ની ટ્રીપની સંખ્યા – ૧૬, ડમ્પર વાહનની ટ્રીપની સંખ્યા- ૦૪, સફાઇ કરાવેલ કુલ ન્યુસન્સ પોઇન્ટની સંખ્યા – ૧૫, ઉપયોગમાં લીધેલ કુલ જે.સી.બી - ૦૩, સફાઈ કરાવેલ વોંકળાની સંખ્યા- ૦૨, કુલ ટ્રેકટરના ફેરા – ૦૪  દ્વારા સફાઈ ઝુંબેશ કામગીરી કરવામાં આવેલ છે. જેમાં કુલ ૨૮ (મે. ટન) કચરાનો નિકાલ કરવામાં આવેલ. 

ઇસ્ટ ઝોનમાં વોર્ડ નં. ૪માં સઘન સફાઇ ઝુંબેશ

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા 'સ્વચ્છ ભારત મિશન' અન્વયે વન-ડે-થ્રી વોર્ડની સફાઈ ઝુંબેશ કરવાનો નિર્ણય લેવામાં આવેલ. જે અંતર્ગત વોર્ડ નં.-૪માં સઘન સફાઈ ઝુંબેશની કાર્યવાહી શરૂ કરવામાં આવેલ છે. રાજકોટ મહાનગરપાલિકાની સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા ઉપરાંત અન્ય શાખાઓ દ્વારા ઝુંબેશ ચલાવવામાં આવેલ હતી. જેમાં રામપાર્ક– ૧ થી ૪, કબીરઘામ, અભિરામ પાર્ક, ઉત્સવસોસા., મઘુવન પાર્ક, ઇન્દ્રપ્રસ્થ– ર શેરી નં. ૧ થી ૪, જમના પાર્ક–૧ થી ૩, તિરૂપતીપાર્ક, ગાયત્રી પાર્ક, સરદાર પાર્ક, ગણેશ પાર્ક વિગેરે વિસ્તાર આવરી લેવામાં આવેલ. વોર્ડ નં.-૪માં સફાઇ કરાવેલ કુલ લતા/વિસ્તારની સંખ્યા–૩૨૦, સફાઈ કરાવેલ ખુલ્લા પ્લોટની સંખ્યા-૦૩, ૦૬ મુખ્ય માર્ગોની સફાઈ, સફાઈ કરાવેલ ન્યુસન્સ પોઈન્ટની સંખ્યા-૧૬, વપરાયેલ મેલેથીઓન તથા ચુનાની થેલીની સંખ્યા-૪૩ થેલી, ખુલ્લા પ્લોટની સફાઈ-૦૮, ટીપરવાનની ટ્રીપની સંખ્યા-૩૪, ડમ્પરવાનની ટ્રીપની સંખ્યા-૦૨, ઉપયોગમાં લીધેલ જે.સી.બી. ની સંખ્યા-૦૨, સફાઈ કરાવેલ વોંકળાની સંખ્યા-૦૧, ટ્રેકટરના ફેરાની સંખ્યા-૦૯ દ્વારા કુલ ૬૩ (મે.ટન) કચરાનો નિકાલ કરવામાં આવ્યો. 

આરોગ્ય શાખાની શહેરી મેલેરિયા યોજના ઘ્વારા વોર્ડ નં.૧,૨ અને ૪માં થયેલ કામગીરી

આજરોજ 'વન–ડે–થ્રી–વોર્ડ' કાર્યક્રમ અન્વયે આરોગ્ય શાખાની શહેરી મેલેરિયા યોજના દ્વારા વોર્ડ નં.૧, ર અને ૪ માં નીચે મુજબની કામગીરી કરવા આવેલ. ઘરે – ઘરે ટાંકા- પી૫, અન્ય પાણી ભરેલા પાત્રો તપાસી, જયાં મચ્છરના પોરા જોવા મળેત્યાંપાત્રોખાલી કરાવવામાં આવ્યા અથવા તો દવા છંટકાવ કરી પોરાનોનાશ કરવામાં આવેલ તથા મોટા અને ખુલ્લા રહેતા પાણીના પાત્રોમાં પોરા ભક્ષક ગપ્પી માછલી મુકવામાંઆવેલ. આ પોરા નાશક કામગીરી હેઠળ... વોર્ડ નં. ૧માં અક્ષરનગર શેરી નં. ૧ થી ૬ અને પેટા શેરી તથા મેઇનરોડ, સતાઘાર પાર્ક શેરી નં. ૪,૫ અને પેટા શેરીઓ, શિવમ પાર્ક મેઇન રોડ અને તેની પેટા શેરી, ન્યુમહાવીરનગર-૧,ર,  વોર્ડ નં.૨માં ગોકુળીયુંમફતીયું અને ભોમેશ્વરપ્લોટ - ૧૧ થી ૧૫, ભોમેશ્વર વાડી, વોકળાકાંઠાવાળુભરવાડીયુમફતીયું, છોટુનગર મફતીયા૫રૂ શેરી નં.૧ થી ૫ જુની આંગણવાડી પાસેનો વિસ્તાર, પોલીસ હેડ કવા. ડોગસ્કોડઓફીસપાછળના ત્રણ માળીયાબ્લોક અને ચાલીસીકવા. સામેના બ્લોક, શ્રીજીનગરસોસા. - ૧ થી ૭ તથા વોર્ડ નં.૪માં રામપાર્ક– ૧ થી ૪, કબીરઘામ, અભિરામ પાર્ક, ઉત્સવસોસા., મઘુવન પાર્ક, ઇન્દ્રપ્રસ્થ– ર શેરી નં. ૧ થી ૪, જમના પાર્ક–૧ થી ૩, તિરૂપતીપાર્ક, ગાયત્રી પાર્ક, સરદાર પાર્ક, ગણેશ પાર્ક વગેરે વિસ્તાર આવરી લેવામાં આવેલ.

પુખ્ત મચ્છરના નાશ માટે ઉકત વિસ્તારમાં ફોગીંગ કામગીરી કરવામાં આવેલ તથા પત્રિકા વિતરણના માઘ્યમથી આરોગ્ય શિક્ષણ આ૫વામાં આવેલ. જેમાં, ટાંકામાં દવા છંટકાવની કામગીરી હેઠળતપાસેલ ઘર : ૧૭૯૫ ઘરો, ફોગીંગકામગીરી હેઠળ આવરીલીઘેલઘર : ૧૦૮૧ ઘરો, પોરાભક્ષક માછલી વિતરણ કરેલ ટાંકાની સંખ્યા ૫૩  ટાંકાપી૫, પત્રીકા વિતરણ : ૨૬૨૦પત્રીકા વિતરણ કરવામાં આવેલ.

આજની આ કામગીરીમાં માન. મેયર બીનાબેન આચાર્ય, ડેપ્યુટી મેયર અશ્વિનભાઈ મોલીયા, ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ઉદયભાઈ કાનગડ, શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, પૂર્વ પ્રમુખ નીતિનભાઈ ભારદ્વાજ, અનુ. જાતિ મોરચાના રાષ્ટ્રિય મંત્રી ભાનુબેન બાબરીયા, શાસક પક્ષ નેતા દલસુખભાઈ જાગાણી, શાસક પક્ષ દંડક અજયભાઈ પરમાર, ડ્રેનેજ સમિતીના ચેરમેનશ્રી જયોત્સનાબેન ટીલાળા, બાંધકામ સમિતિ ચેરમેન મનીષભાઈ રાડીયા, આરોગ્ય સમિતિ ચેરમેન જયમીનભાઇ ઠાકર, સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન આશિષભાઈ વાગડિયા, માધ્યમિક શિક્ષણ સમિતિ ચેરમેન અંજનાબેન મોરજરીયા, વોટર વર્કસ સમિતિ ચેરમેન બાબભાઈ આહીર, મારકેટ સમિતિ ચેરમેન પરેશભાઈ પીપળીયા, કોર્પોરેટર દુર્ગાબા જાડેજા, ડો. દર્શિતાબેન શાહ, સોફિયાબેન દલ, રાજકોટ શહેર ભાજપ મંત્રી દેવાંગભાઈ માંકડ, વોર્ડ નં.૦૧ પ્રભારી દિલીપભાઈ પટેલ, પ્રમુખ રસિકભાઈ બદ્ર્કીયા, મહામંત્રી કાનજીભાઈ ખાણધર, મહામંત્રી ભાવેશભાઈ પરમાર, વોર્ડ નં. ૨ પ્રભારી નરેન્દ્રસિંહ ઠાકુર, પ્રમુખ રાજેન્દ્રસિંહ ગોહિલ, મહામંત્રી ધેર્યભાઈ પારેખ, જયસુખભાઈ પરમાર, વોર્ડ નં.૦૪  પ્રભારી અશોકભાઈ લુણાગરિયા, પ્રમુખ સંજયભાઈ ગોસ્વામી, મહામંત્રી સી. ટી. પટેલ, કાનાભાઈ ડંડૈયા, ડે.કમિશનર ગણાત્રા તેમજ અઘિકારીશ્રીઓ નાયબ આરોગ્ય અધિકારી પી. સી. સોલંકી, ડાઙ્ખ. ચુનારા, ૫ર્યાવરણ ઇજનેર આર. એન. પરમાર, નાયબ ૫ર્યાવરણ ઇજનેર વી. એમ. જીંજાળા, ડી. યુ. તુવર, બાયોલોજીસ્ટ વૈશાલી રાઠોડ તેમજ વોર્ડના અગ્રણીઓ તથા બહોળી સંખ્યામાં વિસ્તારવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા.

(3:58 pm IST)